For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઊંડ -1 ડેમમાંથી નદીમાં પાણી છોડાશે

01:28 PM May 20, 2024 IST | Bhumika
ઊંડ  1 ડેમમાંથી નદીમાં પાણી છોડાશે
Advertisement

જામનગર જિલ્લામાં સ્થિત જામનગર તાલુકાના નંદપુર ગામ પાસે આવેલા ઊંડ- 1 સિંચાઈ યોજનામાંથી ડેમના નીચાણ વાસમાં આવેલા ચેકડેમ ભરવા માટે સરકાર ની કક્ષાએથી મંજૂરી આપવામાં આવી છે. જે અન્વયે આગામી તારીખ 21/05/2024 ના રોજ 7 કલાક બાદ ઊંડ 1 ડેમના દરવાજા ખોલી નાખવામાં આવશે, અને નદીમાં પાણી છોડવામાં આવશે. તેથી ડેમના નીચાણ વાસના ગામો જેમાં ધ્રાંગડા, ખંભાલીડા, મોટોવાસ અને નાનોવાસ, રોજીયા, રવાણી ખીજડીયા, તમાચણ, માનસર, હમાપર, વિરાણી ખીજડીયા, વાંકીયા, સોયલ અને નથુવડલા ગામોના તમામ નાગરિકોએ નદીના પટમાં અવર-જવર કરવી નહીં.

તેમજ ઢોર- ઢાંખર ચરાવવા માટે કે વાડા વાવનારાઓને નદીના પટમાં અવર-જવર ના કરવા માટે સૂચના આપવામાં આવે છે.

Advertisement

ઊંડ -1 સિંચાઈ યોજનાના ઉપરવાસમાં ટી.બી.સી. વિસ્તારમાં જો પિયત ચાલુ હોય તો તે બંધ કરીને તેઓની મોટર કે મશીનરી ત્યાંથી દૂર કરીને ત્યાં જરૂૂરી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. અત્રે જણાવેલ આ સૂચનાની જે-તે સંબંધિત ગામના સરપંચશ્રીઓએ અને ગામના આગેવાનોએ સલામતી અને તકેદારી રાખવા માટે બહોળી રીતે પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે. તેમ કાર્યપાલક ઈજનેર, જામનગર સિંચાઈ વિભાગ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement