For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરના 6 વોર્ડમાં કાલથી બે દિવસ પાણીકાપ

04:45 PM Jun 27, 2024 IST | Bhumika
શહેરના 6 વોર્ડમાં કાલથી બે દિવસ પાણીકાપ
Advertisement

શુક્રવારે વોર્ડ નં. 11, 12 અને શનિવારે વોર્ડ નં. 7, 14, 17 અને 18માં પીવાનું પાણી નહીં મળે

મહાનગરપાલિકા દ્વારા મેન્ટેનન્સના બહાના હેઠળ આવતી કાલથી સતત બે દિવસ છ વોર્ડમાં પાણીકાપ ઝુંકવાની જાહેરાત કરવામાં આવી છે. આથી 6 વોર્ડના અનેક પરિવારોને બે દિવસ સુધી ફરી પાણી વિહોણું રહેવું પડશે. શહેરને પીવાના પાણી માટે ભાદર ડેમના જથ્થાનો ઉપયોગ કરવામાં આવે છે આ માટે વર્ષો પહેલાં ભાદરથી રાજકોટ સુધી લાઈન નાખવામાં આવી હતી. 35 વર્ષ વીતી ગયા છતાં નવી લાઈન નાખવામાં ન આવતા અવારનવાર લાઈન તૂટી રહી છે અને તેને કારણે શહેરના મોટાભાગના વિસ્તારને પાણી વિહોણું રહેવું પડે છે. આવું ફરી બન્યું છે. રીબડા ફિલ્ટર પ્લાન્ટ પાસે લાઈનમાં ભંગાણ થતા તેના રિપેરિંગ માટે શુક્રવારે અને શનિવારે બે દિવસ સુધી 6 વોર્ડને તરસ્યા રહેવું પડશે. મનપાના જણાવ્યા અનુસાર અલગ અલગ સ્થળોએ લીકેજ રિપેરિંગ માટે તા.28 શુક્રવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં.11 અને 12ના વિસ્તારો તેમજ શનિવારે ગુરુકુળ હેડવર્કસ અને નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં.7, 14, 17 અને 18માં પાણી વિતરણ બંધ રહેશે.

Advertisement

શુક્રવારે વોર્ડ નં.12 : વાવડી ગામ, વિશ્વકર્મા સોસાયટી, મહંમદી બાગ, શક્તિનગર, રસૂલપરા, બરકાતીનગર, મધુવન સોસાયટી, ગોવિંદરત્ન બંગલો, જે. કે. સાગર, વૃંદાવન વાટિકા, આકાર હાઈટ્સ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશિપ સહિતના અને શનિવારે વોર્ડ નં.7 : ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર વોર્ડ નં.14 : વાણિયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરિયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારિયા કોલોની(પાર્ટ), માસ્ટર સોસાયટી, મિલપરા, મયૂર પાર્ક, પૂજારા પ્લોટ, આનંદનગર, મધુરમ પાર્ક, ગુલાબનગર, અમૃત પાર્ક વોર્ડ નં.17 : નારાયણનગર ભાગ 1 અને 2, નારાયણનગર મફતિયા, ઢેબર કોલોની ભાગ 1થી 3, હસનવાડી 1 અને 2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઈન્દિરાનગર 1 અને 2, મેઘાણીનગર, આશીર્વાદ, ગુરુજન, ગીતાંજલિ અને અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચો તથા વોર્ડ નં.18 : ખોડિયારનગર, હિંગળાજનગર, હરિદ્વાર 1 અને 2, ગુજરાત હાઉસિંગ બોર્ડ, નારાયણનગર, ચંદ્રેશનગર, મચ્છોનગર, નુરાનીપરા, દોલતપરા, નાગબાઈપરા, રેલવે બોર્ડ ક્વાર્ટર્સ, શુભમ પાર્ક, સોલવન્ટ ક્વાર્ટર્સ, ગુલાબનગર, સોમનાથ ઈન્ડ, ઈશ્વરપાર્ક, શિવ પાર્ક, મંગલ પાર્ક, શિવસાગર પાર્ક, સુરભી રેસિ., જયરામ પાર્ક, મયૂર પાર્ક, સિલ્વર રેસિ., આદર્શ ગ્રીન, સત્યમ પાર્ક, સુંદરમ પાર્ક, ન્યૂ રાધેશ્યામ પાર્ક, આસોપાલવ વાટિકા સહિતના વિસ્તારોમાં પાણીકાપ ઝીંકાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement