For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિરોશિમામાં પરમાણુ હુમલામાં પીગળી ગયેલી વોચ 26 લાખ રૂપિયામાં વેચાઇ

01:02 PM Mar 02, 2024 IST | Bhumika
હિરોશિમામાં પરમાણુ હુમલામાં પીગળી ગયેલી વોચ 26 લાખ રૂપિયામાં વેચાઇ
  • બોસ્ટનના આરઆર ઓક્શનમાં બોલી લાગી

1945ની 6 ઑગસ્ટે જપાનના હિરોશિમા પર થયેલા પરમાણુ હુમલા દરમ્યાન પીગળેલી રિસ્ટ વોચ ઑક્શનમાં 31,000 ડોલર (25,69,171 રૂૂપિયા)થી પણ વધુ કિંમતે વેચાઈ હતી. બોસ્ટનના આરઆર ઑક્શનના જણાવ્યા અનુસાર, વર્લ્ડ વોર-ટૂના અંતિમ દિવસોમાં હિરોશિમા પર ઍટમિક બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો ત્યારે સવારે 8.15 વાગ્યા હતા અને આ વોચ એ સમયે બંધ પડી ગઈ હતી.

Advertisement

બ્લાસ્ટને કારણે વોચના ક્રિસ્ટલને નુકસાન થયું હતું, પણ એના કાંટા 8.15 પર અટકી ગયા હતા. આ આર્ટિફેક્ટ એક બ્રિટિશ સૈનિકને હિરોશિમાના અવશેષમાંથી મળી આવી હતી જે જેપનીઝ શહેર પર ઝીંકાયેલા પ્રથમ અણુબોમ્બની વિનાશક ઘટનાની ઝલક દેખાડે છે. ઑક્શન-હાઉસે કહ્યું હતું કે નબ્લાસ્ટ ઝોનમાં બચી ગયેલી આ નાની બ્રાસ-ટોન વોચની અન્ય ઐતિહાસિક નોંધપાત્ર વસ્તુઓ સાથે હરાજી કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ-ક્વોલિટી પીસ એક કરુણ એજ્યુકેશનલ સિમ્બોલ બની રહેશે, જે આપણને યાદ અપાવશે કે વિનાશ વેરતા યુદ્ધને ટાળવા માટે મનુષ્યએ પ્રયત્ન કરવા પડશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement