For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વોર્ડ નં. 13માં કનકાઈ સ્કૂલનું ધમધમતું ગેરકાયદેસર બાંધકામ

05:13 PM Jun 10, 2024 IST | Bhumika
વોર્ડ નં  13માં કનકાઈ સ્કૂલનું ધમધમતું ગેરકાયદેસર બાંધકામ
Advertisement

ફાયર અને બી યુ સર્ટિ. માટે શહેરને ધમરોળતી 18 ટીમોેને આ બાંધકામ ન દેખાયું, હજારો બાળકોના જીવ જોખમમાં

મહાનગરપાલિકા દ્વારા બાંધકામ વિથ પરમીશન અને ફાયર એનઓસી મુદ્દે હાલ 18 વોર્ડમાં ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને શાળાઓને ટાર્ગેટ વધુ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે જ વોર્ડ નં. 13માં અગાઉ મંજુરી મેળવ્યા બાદ કનકાઈ સ્કૂલના સંચાલકોએ પાર્કિંગમાં વધારાનું બાંધકામ ઘણા સમયથી શરૂ કરી દીધું છે. જેની જાણકારી ચેકીંગ ટીમને ન હોવાથી આશ્ર્ચર્ય થયું છે ત્યારે વોર્ડ નં. 13ના પૂર્વ કોર્પોેટર જાગૃતિબેન ડાંગરે તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી ગેરકાયદેસર બાંધકામો પ્રત્યે હજુ પણ આંખ મીચામણા કરવામા આવી રહ્યા છે. તેવો આક્ષેપ કર્યો છે.

Advertisement

બાંધકામ પરમીશન ન હોય તેવા દરેક એકમો સીલ કરવામા માટે મહાનગરપાલિકાએ ત્રણ કમીટીની રચના કરી 18 ટીમોને વોર્ડવાઈઝ દોડાવવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન 300થી વધુ એકમો બાંધકામ પરમીશન અને ફાયર એનઓસી મુદ્દે સીલ કરવામાં આવ્યા છે. ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ ખાસ કરીને સ્કૂલોને વધુ ટારગેટ કરી તમામ શાળાઓમાં ચેકીંગ હાથ ધરાયું છે. અને હજુ પણ ચાલુ છે. ત્યારે વોર્ડ નં. 13ના કૃષ્ણનગરના બગીચા પાસે આવેલ માર્જીનમાં ઉભી થઈગયેલ એક કનકાઈ સ્કૂલના સંચાલકે સ્કૂલની મંજુરી બીજી જગ્યાએ લઈ નવી જગ્યાના માર્જિનમાં બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આથી વોર્ડ નં. 13ના પૂર્વકોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે તંત્ર સામે સવાલ ઉઠાવી જણાવેલ કે, કનકાઈ સ્કૂલની સામે તંત્ર ક્યારે પગલા લેશે સ્કૂલની મંજુરી બીજી જગ્યાએ હોવા છતાં સ્કૂલનું બાંધકામ અન્ય સ્થળે શરૂ કરી દેવામાં આવ્યું છે. આથી ટીઆરપી ગેમઝોન જેવી ઘટના બને પછી જ પગલા લેવાશે? આ સ્કૂલમાં અભ્યાસ કરતા ભૂલકાઓના જાન ઉપર ખતરો મંડાઈ રહ્યો છે. ત્યારે ચેકીંગની ગુલબાંગો પોકારતું તંત્ર આ સ્કૂલનું બાંધકામ ક્યારે બંધ કરાવશે તેમ જણાવ્યું હતુંં.

અનેક ગેરકાયદેસર બાંધકામોથી તંત્ર અજાણ
મનપા દ્વારા હાલ બીયુ અને ફાયર સેફ્ટી મુદ્દે ચેકીંગ કાર્યવાહી શરૂ કરાઈ છે અનેક મિલ્કતોને સીલ કરાવમાં આવી છે. પરંતુ લોકોમાં ચર્ચા જાગે છે તે મુજબ શહેરમાં અનેક સ્કૂલો તેમજ વધુ માણસો એકઠા થતાં હોય તે પ્રકારના એકમો આજે પણ તંત્રના ધ્યાનમાં આવ્યા નથી. અથવા તંત્ર દ્વારા આ પ્રકારના એકમોને છાવરવામાં આવી રહ્યા હોય તેવું ચીત્ર ઉપ્સી રહ્યું છે. આથી તમામ વોર્ડમાં ચેકીંગ કામગીરી કરતી ટીમો હજુ પણ અનેક ગેરકાયદેસર બાંધકામોથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement