For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરમાં દુકાનોના ઓટલા સહિતના દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યુ

11:26 AM Dec 23, 2023 IST | Sejal barot
વાંકાનેરમાં દુકાનોના ઓટલા સહિતના દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યુ

વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી શહેરોમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર પાલિકાની ટીમ દ્વારા જે.સી.બી. તથા ટ્રેક્ટરને સાથે રાખી ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આજે ચોથા દિવસે ખુદ ચીફ ઓફિસર પાલિકા ટીમ સાથે જોડાઈ શહેરના અડચણરૂપ દબાણો જે.સી.બી. દ્વારા હટાવવામાં આવ્યા હતા. આ કામગીરીનો પ્રારંભ દિવાનપરા, માર્કેટ ચોક, હરીદાસ રોડ, ચાવડી ચોક, મેદાન બજાર, ભમરિયા કુવા વિસ્તાર, જૂની દાણાપીઠ, ગ્રીન ચોક, સીટી સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારે અમુક લારી, કેબીનો થળા ધંધાર્થીઓએ સ્વેચ્છાએ હટાવીપાલીકાને સહકાર આપ્યો હતો.
આગામી સમયમાં પણ આવી જ રીતે તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે આ સાથે તેમણે વધુમાં શહેરીજનોને અપીલ કરતા જણાવ્યુ ંહતું કે, શહેરભરના તમામ વેપારીઓ નાગરિકો આ ઝુંબેશમાં સંપૂર્ણ સાથ સહકાર આપી સ્વેચ્છાએ દબાણો દૂર કરે જેથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય અને આગામી દિવસોમાં નગર પાલિકાદ વારા ખુલ્લી જગ્યાઓ પર પાર્કિંગ વ્યવસ્થા બનાવવાની તૈયારીઓ પણ દર્શાવી હતી.
આ દબાણ હટાવવાની કામગીરી ચીફ ગિરિશભાઈ સરૈયા, હેડ ક્લાર્ક હાર્દિકભાઈ સરૈયા, મહેશબાઈ મકવાણા (એન્જીનીયર), પાર્થભાઈ સચાણિયા, અશોકભાઈ રાવલ, સેનેટરી ઓફિસર નવિનભાઈ સહિતના કર્મચારીઓ જોડાયા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement