For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે 10 રાજ્યની 96 બેઠકો પર મતદાન: 9 વાગ્યા સુધીમાં દેશભરમાં સરેરાશ 10.35% મતદાન, આ રાજ્યમાં સૌથી વધુ વોટીંગ

10:26 AM May 13, 2024 IST | Bhumika
આજે 10 રાજ્યની 96 બેઠકો પર મતદાન  9 વાગ્યા સુધીમાં દેશભરમાં સરેરાશ 10 35  મતદાન  આ રાજ્યમાં સૌથી વધુ વોટીંગ

આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે આજે કુલ 1,717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25 સીટો, બિહારની 40 સીટોમાંથી પાંચ સીટો, ઝારખંડની 14 સીટોમાંથી 4 સીટો, મધ્યપ્રદેશની 29 સીટોમાંથી 8 સીટો અને મહારાષ્ટ્રની 48 સીટોમાંથી 11 સીટો માટે મતદાન શરુ થાય ગયું છે. આ ઉપરાંત ઓડિશાની 21માંથી 4 બેઠકો, તેલંગાણાની 17માંથી 17 બેઠકો, ઉત્તર પ્રદેશની 80માંથી 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 42માંથી 8 બેઠકો અને જમ્મુ અને કાશ્મીરની પાંચમાંથી એક બેઠક પર મતદાન શરુ.

Advertisement

ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 વાગ્યા સુધીમાં સરેરાશ 10.35% મતદાન થયું. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 15.24 ટકા મતદાન થયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement