For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ…. ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠક માટે આજે મતદાન, અમિત શાહ સહિત 3 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ

06:17 AM May 07, 2024 IST | Bhumika
મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ…  ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠક માટે આજે મતદાન  અમિત શાહ સહિત 3 કેન્દ્રીય મંત્રીનું ભાવિ evmમાં થશે કેદ

લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) નું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન શરુ થશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 25 બેઠકો પર મતદાનની સાથે જ વિધાનસભાની પણ 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન યોજાશે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ અને માંડવિયા 3 કેન્દ્રીય મંત્રી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે ત્રીજા તબક્કામાં ઘણી VIP સીટો પર મતદાન થવાનું છે. જેમાં અમિત શાહ, ડિમ્પલ યાદવ, દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજ સિંહ ચૌહાણ, સુપ્રિયા સુલે અને ઘણા અગ્રણી ચહેરાઓ સામેલ છે, તેમના ભાવિનો નિર્ણય જનતા કરશે.

વડાપ્રધાન મોદી ત્રીજા તબક્કામાં મતદાન કરશે. PM મોદી મંગળવારે સવારે 7:30 વાગ્યે રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે, તેઓ 9:15 કલાકે નારાયણ પુરાના મતદાન મથક પર મતદાન કરશે.

Advertisement

રાજ્યમાં કુલ 50,787 મતદાન મથકો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારમાં 17,202 મતદાન મથક આવેલા છે. રાજ્યમાં 110 મતદાન મથકો એવા છે, જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે. મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડવા તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement