For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં શિક્ષકો માટે મતદાન જાગૃતિ સંકલ્પ તથા સિગ્નેચર કમ્પેઈનનું આયોજન કરાયું

06:24 PM Apr 02, 2024 IST | Bhumika
ખંભાળિયામાં શિક્ષકો માટે મતદાન જાગૃતિ સંકલ્પ તથા સિગ્નેચર કમ્પેઈનનું આયોજન કરાયું

Advertisement

ચૂંટણી એ લોકશાહીનું પર્વ હોય, તેમાં તમામ નાગરિકો મતદાન કરીને પોતાની નૈતિક ફરજ બજાવે એ માટે જાગૃતિ લાવવાના હેતુથી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એવો જ એક પ્રયાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ ખંભાળિયાના બીઆરસી ભવન ખાતે જિલ્લાના તમામ બીઆરસી, સીઆરસી અને કલસ્ટર દીઠ એક આચાર્યની તાલીમ અન્વયે sveep activity અંતર્ગત સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધિકારીઓ, ખંભાળિયા બીઆરસી પી.એસ. રાણા, દ્વારકા બી.આર.સી. ટીનાબેન ત્રિવેદી, ભાણવડ બી.આર.સી. નિલેશભાઈ ગાગલીયા, ખંભાળિયા તાલુકા સંઘના મહામંત્રી હિતેષભાઈ કરમુર વિગેરે સાથે 100 થી વધારે સીઆરસી તથા આચાર્યો હાજર રહીને પોતાના ક્લસ્ટરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા અચૂક મતદાન કરવા પ્રેરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement