For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPL ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી સૌથી આગળ

12:38 PM May 14, 2024 IST | Bhumika
ipl ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી સૌથી આગળ
Advertisement

આઇપીએલ 2024માં દરેક મેચ રોમાંચક બની રહી છે. અત્યાર સુધીમાં ફક્ત શ્રૈયાસ ઐયરની કેપ્ટનશીપ વાળી કોલકત્તા નાઇટ રાઇડર્સે જ પ્લેઓફમાં એન્ટ્રી કરી છે. બાકીની અન્ય ટીમો હજુ પ્લેઓફમાં પહોંચી શકી નથી.
આ દરમિયાન, જો આપણે આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની વાત કરીએ, તો વિરાટ કોહલી હજુ પણ નંબર વન પોઝિશન પર બેઠો છે, તેની લીડ હવે વધુ વધી ગઈ છે. ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી આગળ - આરસીબીના વિરાટ કોહલીએ આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તે એકમાત્ર એવો બેટ્સમેન છે, જેણે આ વર્ષે 600થી વધુ રન બનાવ્યા છે. તેમણે અત્યાર સુધી 13 મેચ રમીને 661 રન બનાવ્યા છે. તેની સરેરાશ 66.10 છે, જ્યારે તે 155.16ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. તેમણે એક સદી અને 5 અડધી સદી ફટકારી છે.

આ પછી બીજા નંબરના બેટ્સમેનની વાત કરીએ તો અહીં સીએસકેના ઋતુરાજ ગાયકવાડ છે. તેણે અત્યાર સુધી 13 મેચ રમી છે, અને 583 રન બનાવ્યા છે. તેની એવરેજ 58.30 અને સ્ટ્રાઈક રેટ 141.50 છે. તેણે અત્યાર સુધીમાં એક સદી અને 4 અડધી સદી ફટકારી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ટ્રેવિસ હેડે 11 મેચમાં 533 રન બનાવ્યા છે, અને તે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેના નામે અત્યાર સુધી એક સદી અને 4 અડધી સદી છે. આ ટોપ 3 બેટ્સમેન પછી જો ટોપ 5 માં સામેલ વધુ ત્રણ ખેલાડીઓની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા સાઈ સુદર્શન ચોથા નંબર પર છે. તેણે 12 મેચ રમીને અત્યાર સુધી 527 રન બનાવ્યા છે. તેના નામે અત્યાર સુધી એક સદી અને બે અડધી સદી છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન 5માં નંબર પર યથાવત છે. અત્યાર સુધી તેણે 12 મેચ રમીને 486 રન પોતાના નામે કર્યા છે. તે હજુ સુધી સદી ફટકારી શક્યો નથી, પરંતુ કુલ 5 અડધી સદી ફટકારી ચુક્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement