For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-કચ્છમાં હિટ એન્ડ રન કાયદાનો ઉગ્ર વિરોધ : ડ્રાઇવરોના ચક્કાજામ-પથ્થરમારો

05:17 PM Dec 30, 2023 IST | Bhumika
રાજકોટ કચ્છમાં હિટ એન્ડ રન કાયદાનો ઉગ્ર વિરોધ   ડ્રાઇવરોના ચક્કાજામ પથ્થરમારો

કચ્છ-નેશનલ હાઇવે ઉપર 25 કિ.મી.નો જામ, બસ ઉપર પથ્થરમારો અને તોડફોડ કરાઈ

Advertisement

રાજકોટના માલિયાસણ નજીક ચક્કાજામ બાદ 10ને ડિટેન કરતી પોલીસ

ડ્રાઇવરોની એક જ માંગ હિટ એન્ડ રન કાયદાની અમલવારી માટે સરકાર ઉતાવળ ન કરે

Advertisement

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બ્રિટીશકાળના કાયદાઓ બદલાવીને તેના નવા સંસોધીત કાયદા ભારતીય ન્યાય સહિતા સ્વરુપે રજુ કરવામાં આવ્યા છે. સંસદમાં ન્યાય સહિતના રજુ થતા જ ખુબ જ હોબાળો મચી ગયો હતો સરકારે બાદમાં કાયદામાં સંસોધન કરીને નવો કાયદો રજુ કર્યો હતો. જેને ગત 27 તારીખે રાષ્ટ્રપતિની સહિથી ટુક સમયમાં લાગુ કરવામાં આવશે. આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ થઈ શકે તેવી જોગવાઈઓ કરવામા આવી છે.

આ ઉપરાંત ફરીથી વાહનચાલકને લાઈસન્સ મળે જ નહી તેવી પણ જોગવાઈઓ કરવામાં આવી છે. આને પગલે સમગ્ર ભારતભરમાં વાહનચાલકોમાં રોષની લાગણી પ્રવર્તી હતી. જેના પગલે આજે ગુજરાતભરમાં બે ત્રણ જગ્યાએ ટ્રક ચાલકો દ્વારા ચકકાજામ સર્જવામાં આવ્યા હતા. આ કાયદાનો વિરોધ કરવાના સ્વરુપે આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી અને કચ્છમાં ટ્રક ડ્રાઈવરોએ હજારો ટ્રકના પૈડા થંભાવી દીધા હતા. જેના પગલે કંડલા-મુંદ્રા સહિતના બંદરો પરથી ઠલવાતા માલને પણ બ્રેક લાગી ગઈ હતી.

હવે નાના-મોટા-અકસ્માતો કરીને વાહન ચાલકો નાસી જાય તો ‘હિટ એન્ડ રન’ કાયદો લાવીને 10 વર્ષ સુધીની જેલ જોગવાઇનો કાયદો અમલમાં લાવવા સરકારી સુત્રોની જાહેરાતનો સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘેરા પડધા પડયા છે. આજે રાજકોટના માલિયાસણ નજીક અને કચ્છનાં નેશનલ હાઇવેપર ઉતરેલા ડ્રાઇવરોએ ઓચિંતા રોડ પર ચક્કાજામ, બસોમાં તોડફોડ આચરતાં પોલીસને દોડવું પડયું હતું. ચક્કાજામ કરનાર ડ્રાઇવરોની અત્યારે એક જ માંગ છે કે આવા હિટ એન્ડ રનનાં કાયદામાં સરકાર કોઇ ઉતાવળના કરે અને અમલવારીમાં માનવતા દાખવે તે જરૂરી છે. બીજીબાજુ આવો કાયદો જ અકસ્માત છે તેવા બનાવોમાં ડ્રાઇવરની શુ વલે થશે? તે સમય બતાવશે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગંભીર અકસ્માતોના બનાવોમાં વાહન ડ્રાઇવરો સામે હિટ એન્ડ રન કાયદાના ભણકારા વાગી રહયા છે. આ કાયદાનો ઉગ્ર વિરોધ વ્યકત કરવા સૌરાષ્ટ્ર-કચ્છનાં ડ્રાઇવરો વાહનોમાંથી ઉતરીને રોડ ઉપર આવીને ઠેરઠેર ચક્કાજામ કરવા લાગતા અનેક જગ્યાએ પોલીસને દોડવું પડયું છે.

રાજકોટ નજીકના માલિયાસણ ગામ પાસે આજે સવારે અનેક ડ્રાઇવરોએ ભેગા થઇને અચાનક રોડ પર ચક્કાજામ કરી દેતા રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ તરફ આવતા રોડની બન્ને બાજુ વાહનોની કતારો લાગી ગઇ હતી. બનાવની જાણ પરથી કુવાડવા રોડ પોલીસે ઘટના સ્થળે દોડીને ડ્રાઇવરના ટોળામાંથી 10ને ડિટેઇન કાર્ય હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બીજીબાજું રાજકોટ ગુડઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુત્રોએ આ બાબતે ડ્રાઇવરોને શાંતિ જાળવવા અને કાયદાની અમલવારીમાં સરકાર પણ માનવતા દાખવે તેવી અપીલ કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં ત્રણ જગ્યાએ ટ્રક દ્વરારા ચક્કાજામ સર્જાતા પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને ડ્રાઈવરોને સમજાવ્યા હતા અને ઘણા ડ્રાઈવરો ન માનતા ડીટેઈન કરીને વાહન વ્યવહાર પુર્વવેત કરાવ્યો હતો.

કચ્છ નેશનલ હાઇવે જામ કરી સરકારી બસમાં તોડફોડ
કચ્છ તરફથી મળતા અહેવાલો મુજબ આજે કચ્છા નેશનલ હાઇવે બ્લોક કરીને ડ્રાઇવરોએ સરાકારી બસ પર પથ્થરમારો કરી, તોડફોડ આચરતાં એક વ્યકિતને ઇજા નઇ હોવાનું જાણવા મળ્યું છે. અહીં રોડ પર ચકકાજામાથી 25 કિમી સુધી વાહનોની કતારો લાગી ગઇ હતી.

રોડ ચક્કાજામ જેવા આયોજનો ડ્રાઇવરોના છે : ટ્રાન્સ.એસો. જોડાયું નથી
રાજકોટ ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એશોસિએેશનના પ્રમુખ હસમુખભાઇ ભગદેવે ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતું કે, રોજ પર ચક્કાજામ ડ્રાઇવરોએ કર્યો છે. હિટ એન્ડ રન કાયદો આવવાની દહેશતે ડ્રાઇવરો રોડ પર ઉતરી આવ્યા છે. ઉપસ્થિત સમસ્યા અંગે ડ્રાઇવરોને યોગ્ય માર્ગદર્શન અપાશે. પણ ડ્રાઇવરોનું આંદોલન ટ્રાન્સપોર્ટ એસોશિયેશન પ્રેરિત નથી.

અકસ્માત બાદ ડ્રાઇવરો જીવ બચાવવા ભાગે નહિ તો શું કરે ?
ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે જે-તે-વખતે ગંભીર અકસ્માતો બાદ ડ્રાઇવરો ભાગી જવા પાછળથી માત્રને માત્ર જાનથી બચવાનો આશય હોય છે. લોકોના ટોળા સીધા જ ડ્રાઇવરોને બેફામ મારવા લાગતા હોવાથી જાન બચાવવા નાસી જાય છે. ખરેખર અકસ્માત સમયે ડ્રાઇવરોએ પોલીસ ટાણે પહોચી જઇને હકિકત બતાવવી જોઇએ અને લોકોએ સંયમ દાખવી ડ્રાઇવરો સાથે મારકૂટ ન કરવી જોઇએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement