For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જશવંતપુર ગામે ગૌચર અને ગાડામાર્ગ પરના દબાણો દૂર કરવા ગ્રામજનોની રજૂઆત

04:44 PM Jan 01, 2024 IST | Sejal barot
જશવંતપુર ગામે ગૌચર અને ગાડામાર્ગ પરના દબાણો દૂર કરવા ગ્રામજનોની રજૂઆત

રાજકોટ શહેરની ભાગોળે આવેલ જશવંતપુરના ગ્રામજનો દ્વારા કરોડોની કિંમતની ગૌચરની જમીન પર મુળ ભાગીદારના પરિવારજનો દ્વારા દબાણ કરી હડપ કરી જવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જિલ્લા કલેક્ટનરે આવેદનપત્ર પાઠવી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
જશવંતપુર ગ્રામ પંચાયતના જૂના સર્વે નં. 1થી 50 છે. અને નવા સર્વે નંબર 1થી 220 આવેલ છે. તેમજ નવી જૂની શરતની માપણીની પણ ઘણી બધી વિસંગતતા હોવાનું ગ્રામજનો અને ખેડુતો દ્વારા રજૂઆત કરી હતી.
જશવંતપુર ગામના મુળ જાગીરદારના પરિવારજનો દ્વારા કરોડોની કિંમતની ગૌચરની જમીન પર જે.સી.બી. દ્વારા ખોદકામ કરી વોકળો બુરીને દબાણ કરી રહ્યા હોવાનું તેમજ વર્ષોથી પૌરાણી મામાદેવ મંદિરની જગ્યાએ જવાનો રસ્તો તેમજ ખેડુતોના ખેતર કે વાડીએ જવાના રસ્તા અને વોકળા પણ બુરાણ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.
ભાલ દરબાદરના પરિવારજનો દ્વારા માથાભારે માણસોને સાથે રાખી જેસીબી અને ડમ્પર દ્વારા ઉભા પાકને પણ નુક્શાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી ગ્રામજનો, ખેડુતોને ધમકાવતા હોવાની રજૂઆત કરી છે અને તાકીદે સ્થળની મુલાકાત લઈ સંબંધીત અધિકારી દ્વારા કામગીરી અટકાવવા માંગણી કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement