For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભદ્રેશ્વર પાસેના દરિયામાં થારથી સ્ટંટ કરવાનો વીડિયો વાઈરલ: બંને નબીરા સામે નોંધાતો ગુનો

12:56 PM Jun 24, 2024 IST | Bhumika
ભદ્રેશ્વર પાસેના દરિયામાં થારથી સ્ટંટ કરવાનો વીડિયો વાઈરલ  બંને નબીરા સામે નોંધાતો ગુનો
Advertisement

મુંદરા તાલુકાના ભદ્રેશ્વર નજીક રંધ બંદરે પંદરેક દિવસ પહેલા બે થાર જીપથી દરિયા કિનારે સ્ટંટ કરવાનું બે નબીરાઓને ભારે પડી ગયું છે. સ્ટંટ કરવાની પેરવીમાં બન્ને ગાડીઓ દરિયામાં ઊંડા પાણીમાં ફસાઈ ગઈ હતી અને આ અંગેના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતી ઉચ્ચ પોલીસ અધિકારીની સુચનાને પગલે બે નબીરાઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો છે.

આ બનાવ અંગે મુંદરા પોલીસ મથકના પીએસઆઈ નિર્મલસિંહ જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પંદરેક દિવસ પૂર્વે ભદ્રેશ્વર પાસેના રંધ બંદરે અંજાર-ગાંધીધામથી બે નવયુવાન બે થારથી પોતાના તથા અન્યોના જીવ જોખમમાં મુકી સ્ટંટ કર્યા હતા. તેમાં બે ઉભી કાર દરિયાના ઊંડા પાણીમાં સપડાઈ ગઈ હતી અને ટ્રેકટરની મદદથી બહાર કઢાઈ હતી. દરમ્યાન ગઈકાલે ભદ્રેશ્વરના નિઝામ ત્રાયા નામના વ્યક્તિની ઈન્સ્ટાગ્રામ આઈ. ડી. પરથી આ જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચનાના પગલે મુંદરા મરીન પોલીસે તપાસ આદરી બન્ને ગાડી ચાલકો વિરુદ્ધ એમ. વી. એકટ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો.જેમાં અંજારના પરેશભાઈ અનિલભાઈ કાતરિયા (આહીર)ની અટક કરાઈ હોવાનું મુંદરા મરીન પોલીસે યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement