For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ-કોંગ્રેસ તરફી મતદાનના વીડિયો વાઇરલ

04:10 PM May 07, 2024 IST | Bhumika
ભાજપ કોંગ્રેસ તરફી મતદાનના વીડિયો વાઇરલ
Advertisement

લોકશાહીના મહાપર્વની આજે રાજ્યભરમાં ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં પણ વહેલી સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. શહેરમાં સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ વખતે મતદાન મથકો પર મોબાઈલ લઈ જવા પર ચૂંટણી પંચે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ હોવા છતાં રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ તરફી મતદાન કરતા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા કલેકટરે પોલીસ તપાસના આદેશો આપ્યા છે.

રાજકોટ શહેર જિલ્લામાં આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વખતે મતદાન મથકો પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને તેના માટે જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. ગઈકાલે પત્રકાર પરિષદમાં પણ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ મોબાઈલ ઘરે મુકીને જ મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને જો કોઈ વ્યક્તિ મતદાન મથકમાં મોબાઈલનો ઉપયોગ કરશે તો તેની સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Advertisement

મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં આજે સવારે સોશ્યલ મીડિયામાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત મતદાન કરાવતાં હોવાના સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થયા છે જે વિડિયો જિલ્લા કલેકટર પ્રભવ જોષીના ધ્યાન પર આવતાં આ અંગે પોલીસ તપાસના હુકમો કર્યા છે અને વિડિયો વાયરલ કરનાર શખ્સોની શોધખોળ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement