For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

VIDEO: શપથગ્રહણ સમારોહમાં ખૂંખાર દીપડો દેખાયો!! વીડિયો સામે આવતા આશ્ચર્ય

03:32 PM Jun 10, 2024 IST | Bhumika
video  શપથગ્રહણ સમારોહમાં ખૂંખાર દીપડો દેખાયો   વીડિયો સામે આવતા આશ્ચર્ય
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 72 મંત્રીઓએ ગઈકાલે શપથ લીધા હતા. આ સમારોહમાં દેશ-વિદેશના અનેક દિગ્ગજ નેતાઓ, બોલિવૂડ કલાકારો, સહિત વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સમારોહનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એક દીપડો પણ ત્યાં ટહેલતો હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેના કારણે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

વાસ્તવમાં તમામની નજર શપથ લેનારા મંત્રીઓ પર ટકેલી હતી. પરંતુ આ શપથ સમારોહ દરમિયાન કેમેરામાં કંઈક કેદ થયું હતું, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. વાસ્તવમાં દુર્ગાદાસના શપથ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પાછળથી એક પ્રાણી પસાર થતું જોવા મળે છે. વીડિયોમાં દેખાતા આ પ્રાણીને કેટલાક લોકો બિલાડી તો કેટલાક ચિત્તા તરીકે ઓળખાવી રહ્યા છે.

Advertisement

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મંત્રી ઉભા થઈને રાષ્ટ્રપતિ તરફ ચાલી રહ્યા છે. એ જ રીતે, એક પ્રાણી પાછળની સીડીની ઉપરની લોબીમાંથી પસાર થતું જોઈ શકાય છે. જોકે, કયું પ્રાણી પાછળથી પસાર થયું તે સ્પષ્ટ થયું ન હતું. પરંતુ લોકોનું ધ્યાન આ વીડિયો પર આવતા જ આ મામલો સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયો. લોકો આ વીડિયોને શેર કરી રહ્યાં છે અને દેખાતા પ્રાણીને કૂતરો, બિલાડી કે ચિત્તા કહી રહ્યાં છે.

વીડિયોમાં દેખાતા પ્રાણીના ચિત્ર પરથી એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે, આ લગભગ દીપડો જ હતો. કેટલાક લોકોનું કહેવું છે કે, ત્યાં કદાચ કોઈ પાલતું પ્રાણી છે. જોકે હજુ સુધી આ વીડિયોની કોઈ પુષ્ટી સામે આવી નથી. બીજીતરફ સોશિયલ મીડિયા યુઝર્સો આ વીડિયોની ખરાઈ પર પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી તરીકે શપથ લીધા હતા. આ સાથે 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ દરમિયાન વિદેશના ઘણા ટોચના નેતાઓ પણ ત્યાં હાજર હતા. જો કે શપથ સમારોહની સુરક્ષા એટલી ચુસ્ત હતી કે એક પક્ષી પણ મારી શકાય તેમ ન હતું, પરંતુ અચાનક ક્ષણભર માટે દેખાતું આ પ્રાણી હવે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આ જ કારણ છે કે લોકો સોશિયલ મીડિયા પર આ પ્રાણીનો વીડિયો પણ શેર કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement