For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લા ભાજપ કમલમ ખાતે વીર બાલદિવસ ઉજવાયો

12:16 PM Dec 27, 2023 IST | Sejal barot
રાજકોટ જિલ્લા ભાજપ કમલમ ખાતે વીર બાલદિવસ ઉજવાયો

દેશના વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તા.9મી જાન્યુઆરી, 2022ના રોજ ગુરૂ ગોવિંદસિંધજીના પ્રકાશ પર્વ નિમિતે તા.26મી ડિસેમ્બરના રોજને દસમા શીખ ગુરૂ ગોવિંદ સિંધજીના પુત્રો સાહિબજાદો બાબા જોરવરસિંધ અને બાબા ફતેહસિંધજીની શહાદતની યાદમાં વીર બાલ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા અંગેની જાહેરાત કરેલ. આ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ગુજરાત પ્રદેશ કક્ષાએના આદેશ મુજબ રાજકોટ જીલ્લા ભાજપ કમલમ ખાતે તેમજ રાજકોટ જીલ્લા ભાજપના તમામ મંડલ કક્ષાએ રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી ધવલભાઇ દવે તેમજ જીલ્લા અધ્યક્ષ અલ્પેશભાઇ ઢોલરીયાના માર્ગદર્શન નીચે રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા, જીલ્લા ઉપપ્રમુખ બિંદીયાબેન મકવાણા, જીલ્લા મંત્રી મનોજભાઇ રાઠોડ, જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ નવીનપરી ગૌસ્વામી, જીલ્લા યુવા મોરચા પ્રમુખ અશ્ર્વિનભાઇ મોલીયા, મહામંત્રી દેવભાઇ કોરડીયા, વિમલભાઇ રાઠોડ, કોટડાસાંગાણી તાલુકા મહામંત્રી ઘનશ્યામભાઇ મકવાણા, જયભાઇ સાગઠીયા, મોહિતભાઇ સિંધવ, મનોજભાઇ કાછડીયા, હરેશભાઇ લાવડીયા સહીતના મંડલ કક્ષાના ઉપલેટા ખાતે ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, રાજકોટના કુવાડવા ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી, જે.કે.પીપળીયા, હિતેશભાઇ ચાવડા, ગૌરવસિંહ જાડેજા, ચેતનભાઇ કથીરિયા, પ્રકાશાભાઇ કાકડિયા, પડધરી વિધાનસભા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, પુ.ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, ગીરીશભાઇ પરમાર, તળશીભાઇ તાલપરા, શૈલેષભાઇ ગજેરા, જેતપુર શહેરમાં જીલ્લા ઉપપ્રમુખ બિંદીયાબેન મકવાણા, રમેશભાઇ જોગી, રાહુલભાઇ આસનાણી, રસિકભાઇ સખીયા, વિપુલભાઇ સંચાણીયા, જસદણ શહેરમાં જીલ્લા મહિલા મોરચા પ્રમુખ સોનલબેન વસાણી, અનીલભાઇ મકાણી, અશોકભાઇ મહેતા, ચંદુભાઇ કચ્છી, વિછીયા તાલુકામાં જીલ્લા ઉપપ્રમુખ રાજેન્દ્રભાઇ ધારૈયા, દેવરાજભાઇ સરવૈયા, ગોંડલ તાલુકામાં તાલુકા પ્રમુખ અશ્ર્વિનભાઇ ઠુંમર, સામતભાઇ બાંભવા સહીતનાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વડાપ્રધાનએ કહ્યુ હતું કે, ભારત આજે પ્રથમ વીર બાલ દિવસ ઉજવી રહ્યુ છે. આ રાષ્ટ્ર માચે નવી શરૂઆતનો દિવસ છે જ્યારે આપણે બધા ભૂતકાળમાં આપેલા બલિદાન માટે માથું નમાવવા માટે ભેગા થઇએ છીએ. વડાપ્રધાનએ કહ્યું કે શહીદી સપ્તાહ અને વીર બાલ દિવસ ચોક્કસપણે લાગણીઓથી ભરપૂર છે પરંતુ તે અનંત પ્રેરણાનો સ્ત્રોત પણ છે. તેમણે કહ્યું કે વીર બાલ દિવસ આપણને દસ શીખ ગુરૂઓના મહાન યોગદાન અને દેશના સન્માનની રક્ષા માટે શીખ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement