For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના દરવાજે વરુણ દેવના ટકોરા, પાંચ દિવસ ચોમાસાની વહેલી એન્ટ્રી

05:23 PM Jun 10, 2024 IST | Bhumika
ગુજરાતના દરવાજે વરુણ દેવના ટકોરા  પાંચ દિવસ ચોમાસાની વહેલી એન્ટ્રી
Advertisement

મુંબઈમાં મુશળધાર વરસાદ પડયા બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટર થયાની હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને બેસતા ચોમાસાની ચાલુ વર્ષે પાંચ દિવસ વહેલી એન્ટ્રી થઈ છે અને આજથી ગુજરાતના વાપી વલસાડ બોર્ડરથી મેઘરાજાએ એન્ટ્રી કર્યાનું હવામાન વિભાગે સત્તાવાર વેબસાઈટમાં જાહેર કર્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસુ ત્રણ દિવસ વહેલું સક્રિય થયું હતું અને ગઈ રાત્રે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયા બાદ આજે ગુજરાતના બારણે ટકોરા મારતું હોય તેમ ચોમાસુ વાપી વલસાડની બોર્ડર સુધી પહોંચી ગયું છે.
ચાલુ વર્ષે વહેલા ચોમાસાના આગમનની આગાહી અગાઉથી જ કરવામાં આવી છે અને છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થઈ હતી અને ગઈકાલે બપોર બાદ અચાનક આવેલા હવામાન પલ્ટાના કારણે ગુજરાતના લગભગ 72 તાલુકાઓમાં વરસાદની હાજરી નોંધાઈ છે અને અમુક વિસ્તારોમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત રાત્રે મુંબઈમાં પણ ધોધમાર વરસાદ પડતાં મુંબઈ મહારાષ્ટ્રમાં ચોમાસુ વહેલું બેસી ગયાની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement

દરમિયાન આજે બપોરે 2.30 કલાકે હવામાન ખાતાએ વેબસાઈટમાં દર્શાવેલા ડેટા મુજબ ચોમાસુ ગુજરાતની વાપી-વલસાડ બોર્ડર સુધી પહોંચી ગયું છે અને આવતીકાલ સુધીમાં જ ગુજરાતના વિવિધ ભાગોમાં સક્રિય થાય તેવું અનુમાન દર્શાવાયું છે. આ વર્ષે ત્રણેક દિવસ વહેલા ચોમાસાની આગાહી કરવામાં આવી હતી પરંતુ ચોમાસાએ ગતિ પકડતા પાંચેક દિવસ વહેલું આગમન થયાનું જણાવાય છે. છેલ્લા ચાર પાંચ દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટના કારણે ચોમાસુ વાતાવરણ જામી રહ્યું છે અને બેક દિવસમાં ગુજરાતમાં સંપૂર્ણપણે ચોમાસુ સક્રિય થવાની ધારણા વ્યકત કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement