For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વંદે ભારતને બ્લોક નથી નડતા, ઇન્ટરસિટી ટ્રેનને કેમ?

05:29 PM Jun 14, 2024 IST | admin
વંદે ભારતને બ્લોક નથી નડતા  ઇન્ટરસિટી ટ્રેનને કેમ

તા.9 થી 28 જૂન સુધી અનેક ટ્રેન રદ, ડાઈવર્ટ, મોડી કરાતા અપડાઉન કરતા મુસાફરોને હાલાકી

Advertisement

પશ્ર્વિમ રેલવે દ્વારા 43 જેટલી ટ્રેનના સમય, રૂટ અને સંચાલનમાં ફેરફાર કરતા અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે તેમજ વંદે ભારત ટ્રેનને ચલાવાઇ રહી છે. જ્યારે ઇન્ટરસીટીમાં ફેરફાર કરતા મુસાફરોમાં રોષ ફેલાવો છે.

તારીખ 9 જૂન થી 28 જૂન સુધી પડધરી, ખંઢેરી સ્ટેશન પર ડબલ ટ્રેન નુંકામ ચાલુ હોવાથી અમુક ટ્રેનોને રદ કરવામાં આવવાની છે. તેનાથી અનેક મુસાફરોને હેરાનગતિ થશે તેવો સુર ઉઠ્યો છે. રાજકોટ જંક્શન ડબલ ટ્રેકનું કાર્ય 2 વર્ષથી પૂર્ણ થઈ ચૂક્યું છે અને રોજ ટ્રેનોએ ટ્રેક પર જ આવે છે રાજકોટથી વાંકાનેર, થાન અને સુરેન્દ્રનગર જંક્શનને જોડતી રોજની એક જ મુખ્ય ટ્રેન છે.

Advertisement

22960/22959 જામનગર - વડોદરા ઇન્ટરસિટી. આ ટ્રેન (22960/22959) 28 જૂન સુધી રાજકોટ થી બંધ કરી સુરેન્દ્રનગર સુધી બંધ રાખવામાં આવી છે.
જ્યારે ટ્રેન નં 22926/22926 અમદાવાદ વંદે ભારત જે જામનગર (ખંઢેરી, પડધરી પહેલા)થી સવારે 5:30 વાગ્યે ઉપડે છે તો એ ટ્રેન બંધ નથી કરવામાં આવી. અને જે ટ્રેન રાજકોટ થી 6 વાગ્યે ઉપડે છે જે સામાન્ય લોકોની જીવાદોરી છે એ ટ્રેન 20 દિવસ માટે શા માટે બંધ ??
રાજકોટ રેલવેના વિકાસ કામોમાં અવરોધ લાવવાની વાત નથી મુદ્દો એ છે કે જામનગરથી જો કોઈ ટ્રેનને બ્લોક અવરોધરૂૂપ નથી તો રાજકોટ થી શા માટે એવી ટ્રેન બંધ કરવામાં આવે જેમાં સામાન્ય માણસો રોજ આવે જાય છે.

વંદે ભારત જેની અમદાવાદની ટીકીટ 1000 રૂપિયા આજુબાજુ છે અને 22960/22959 ઇન્ટરસિટી જે તમામ પ્રજાને અનુકૂળ ટ્રેન છે.

રાજકોટ થી વાંકાનેર, થાન અને સુરેન્દ્રનગર રોજની આ એકજ ટ્રેન છે.
બાકી બધી ટ્રેનોના સમય પ્રતિકૂળ હોવાથી લોકો નથી જઈ શકતા. જે લોકલ ટ્રેન કોરોના કાળમાં બંધ કરવામાં આવી હતી તે હજારો અરજીઓ કરવા છતાંય નથી ચાલુ કરવામાં આવી.
કોઈ ધારાસભ્ય, સાંસદ સભ્ય કોઈ પદાધિકારી આ બાબત પર નથી ચર્ચા કરતું નથી કોઈને પ્રજાની તકલીફ જાણવી છે. મોહનભાઈ કુંડારિયાને ઘણી વખત રૂબરૂ અરજી આપવા છતાં બસ હા થઈ જશે હા હમણાં વાત કરી છું બસ આવા જવાબ આપીને 5 વર્ષ કાઢી નાખ્યા. કોઈ પત્રકાર મિત્ર આ દિશામાં નથી વિચારતા. રોડ પરિવહનના એક્સિડન્ટ ઓછા થઈ શકે જો આ ટ્રેનોને ચલાવવામાં આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement