For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપાંઉનો વેપારી 15 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો: વાહન, મકાન સહિતનું સર્વત્ર ગુમાવી બેઠો

11:45 AM Jun 21, 2024 IST | admin
વડાપાંઉનો વેપારી 15 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો  વાહન  મકાન સહિતનું સર્વત્ર ગુમાવી બેઠો

ધંધા માટે લીધેલા 40 લાખના 81 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી

Advertisement

જામનગરમાં દાંડિયા હનુમાન મંદિર સામે ભુતનાથ વડાપાઉં નો ધંધો કરતા યુવાને જુદા જુદા સમયે અલગ અલગ 15 લોકો પાસે થી કુલ આશરે 40. લાખ થી વધુની રકમ ઊંચા વ્યાજે લીધી હતી.તે માટે આશરે 81 લાખ 44 હજાર ની રકમ વ્યાજ સહિત ચૂકવી હોવા છતાં પોતાને ધાક ધમકી આપવા મા આવતાં આખરે તેણે 15 વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત પોતાનું સ્કૂટર અને સસરા નું ટ્રેકટર પચાવી પાડવા અને પિતાના મકાનનો દસ્તાવેજ લખાવી લઇ અલગ અલગ ચેક પરત કરાવી તે અંગે ની ફરિયાદ પણ પોતાની સામે કરવામાં આવી હોવા નું અને સાસરા નાં.ઘર મા તોડફોડ કરવા ની ફરિયાદ કરી છે.

મૂળ જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને જામનગર ની જી. જી. હોસ્પિટલ સામે ભુતનાથ વડાપાઉં નામથી દુકાન ચલાવતા કમલેશ રાજુભાઈ સોલંકી એ પોતાને ધમકી આપવા અને પોતે આપેલા ચેકોમાં મન ઘડત રકમ ભરીને તે બેંકમાંથી પરત કરાવીને પોતાની સામે ચેક પરત ફરવા ની ફરિયાદ કરવા તેમજ પોતાનું સ્કૂટર અને પોતાના સસરા ની માલિકી ના ટ્રેક્ટર નો બળજબરીથી કબજો મેળવી લેવા અને સસરાના ઘરમાં તોડફોડ કરવા અંગે કનકસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, યોગેશ કોળી, દુષ્યંતસિંહ ઝાલા ,અભિરાજસિંહ, અર્જુનસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, સાદિક રફિયા, સલીમ, અતુલ મેઘાણંદ ગઢવી, જી ફાયનાન્સ નાં માલિક, રાજ આહીર, અને વિજયસિંહ રાઠોડ સામે પોલીસ મા ફરિયાદ નોંધાવી છે.પોલીસે તમામ આરોપીઓ સામે ગેરકાયદે નાણાની ધિરધાર કરવા સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

Advertisement

ફરિયાદી કમલેશભાઈ સોલંકી ને ધંધામાં નાંણા ની જરૂૂરિયાત ઊભી થતાં તેમણે અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિ પાસેથી ઉંચા વ્યાજ દરે આશરે 46 લાખથી વધુની રકમ વ્યાજ લીધી હતી અને તેમાં કુલ 81 લાખ થી વધુ રકમ ચૂકવી દીધા હોવા છતાં પણ વધુ રકમ માંગવામાં આવતી હતી અને તે માટે ધાક ધમકી આપવા માં આવતાં આખરે તેણે આ.અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવી છે .

Advertisement
Tags :
Advertisement
Advertisement