For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેકેશન પૂર્ણ: શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ

12:12 PM Jun 13, 2024 IST | Bhumika
વેકેશન પૂર્ણ  શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ
Advertisement

કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું: ભૂલકાઓની કિલકારીથી શાળાનું પરિસર જીવંત થયું: નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમ ચલાવાશે: છ વર્ષનો નિયમ કરતા સંખ્યા ઘટી

રાજકોટ સહિત રાજ્યમાં આજથી વર્ષ 2024-25ના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે. શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી શાળાઓમાં અવકાશ હતો. ત્યારે 35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂૂ થઈ છે. શાળાઓ શરૂ થતાં બાળકોને કુમકુમ તિલક અને મોઢુ મીઠુ કરાવી સ્વાગત કરવામા આવ્યું હતું. નવી શિક્ષણ નિતિ પ્રમાણે શૈક્ષણિક વર્ષનો શુભારંભ કરાયો છે.

Advertisement

રાજકોટમાં આજથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગની સ્કૂલ શરૂૂ થઈ ગઈ છે. નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂૂઆત તો થઈ, પણ નાના ભૂલકાઓમાં હજી આળસ જોવા મળી હતી. વાલીઓમાં ખુશી જોવા મળી કે સ્કૂલ શરૂૂ થઈ. 35 દિવસ બાદ સ્કૂલ શરૂૂ થઈ છે. ત્યારે નાના ભૂલકાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
પહેલાં જ દિવસે સ્કુલમાં વિધાર્થીઓની પૂરતી હાજરી જોવા મળી છે. સ્કૂલ શરૂૂ થતાં વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. વિધાર્થીઓએ કહ્યું, લાંબા વેકેશન બાદ આજે ફરી સ્કૂલમાં આવ્યા છીએ. સ્કૂલમાં આવીને સારું લાગે છે, મિત્રોને ફરી મળવાનું થયું. વેકેશનમાં ખુબ મજા કરી હવે ભણવા પર ફોકસ કરીશું. તો સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું, વેકેશન બાદ ફરીથી સ્કૂલ વિધાર્થીઓથી ભરાઈ છે. ખાલી લાગતી સ્કૂલમાં ફરીથી પ્રાણ ફૂંકાયો છે.

રાજ્યની અંદાજે 54 હજારથી વધુ સ્કૂલોમાં છેલ્લા 35 દિવસથી ચાલતાં ઉનાળુ વેકેશન પછી તા.13મીને ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. દરવર્ષની જેમ સ્કૂલો શરૂૂ થતાની સાથે જ આગામી તા.27, 28 અને 29મી જૂન એમ, ત્રણ દિવસ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આમ, ફરી એકવાર સ્કૂલ કેમ્પસ વિદ્યાર્થીઓથી ધમધમતુ થયું છે.

વાન 80 ટકા બંધ રહેતા વાલીઓને હાલાકી
રાજકોટમાં આજથી શાળા શરૂ થઈ તે પહેલા વાલીઓને તકલીફ પડી હતી, સ્કૂલ વાન દ્વારા સ્વૈચ્છિક બંધનો સામનો કરવો પડ્યો છે. RTO દ્વારા નિયમો કડક કરતા નવા શિક્ષણિક ક્ષત્રના દિવસે જ સ્કૂલ વાન બંધ કરાઈ છે. અમુક સ્કૂલ વાનો, બસ અને રીક્ષામાં મંજૂરી કરતા વધુ વિદ્યાર્થીઓ ભરેલા જોવા મળ્યા હતા. જી-24 કલાકનું ખાનગી સ્ફુલો બહાર રિયાલિટી ચેક કરવામા આવ્યું. તમામ સ્કૂલોને રજીસ્ટ્રેશન માટે સૂચનાઓ અપાઈ છે. રાજકોટ શહેરમાં અંદાજીત 10000 સ્કૂલ વાન હોવાનો અંદાજ છે. સ્કૂલ વાનો, બસ અને રિક્ષામાં છઝઘ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યાં. શું આજ સુધી છઝઘ અને ટ્રાફિક પોલીસ ઉંઘતી રહી ? સ્કૂલ વાન ચાલકોએ કહ્યું, સીએનજી સ્કૂલ વાનમાં ગેસ સિલિન્ડર ઉપર બાંકડા નાખવાની ના પાડી તો ક્યાં ફિટ કરવું. સ્કૂલ વાનમાં અત્યારે 1200 થી 1400 રૂપિયામાં માસિક ફી લઈ છીએ. જો કડક નિયમ અમલવારી કરાવશે તો વાલીઓએ 3000 સુધી ફી ચૂકવવી પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement