For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાળા ચશ્મા, ક્યૂટ સ્માઈલ પર ફિદા થયાં યુઝર્સ...જાણો કોણ છે આ સુંદર મહિલા ચૂંટણી અધિકારી, જેનો મતદાન પહેલા ફોટો થયો વાયરલ

03:38 PM Apr 18, 2024 IST | Bhumika
કાળા ચશ્મા  ક્યૂટ સ્માઈલ પર ફિદા થયાં યુઝર્સ   જાણો કોણ છે આ સુંદર મહિલા ચૂંટણી અધિકારી  જેનો મતદાન પહેલા ફોટો થયો વાયરલ

Advertisement

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થવાનું છે. દેશના હાર્દ સમા મધ્ય પ્રદેશમાં શુક્રવારે સીધી, શહડોલ, મંડલા, જબલપુર, બાલાઘાટ અને છિંદવાડા સંસદીય ક્ષેત્રોમાં મતદાન થશે. આ પહેલા મતદાન કરી રહેલા પક્ષોને ચૂંટણી સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન છિંદવાડા લોકસભા મતવિસ્તારના એક ચૂંટણી અધિકારીની તસવીર સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. યુઝર્સ પોતાની સ્ટાઈલમાં મહિલા વિશે કોમેન્ટ કરી રહ્યા છે.

Advertisement

વાસ્તવમાં, મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગ અને મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી સામગ્રી લઈને જતી મહિલા અધિકારીનો ફોટો શેર કર્યો છે અને સોશિયલ મીડિયા પેજ પર લખ્યું છે કે, 'ફરજના માર્ગ પર આગળ વધીએ, ચાલો મતદાન કરવા જઈએ.. .છિંદવાડા લોકસભા મતવિસ્તાર નં.-16 ચૂંટણી પક્ષના સભ્યો લોકશાહીના મહાન પર્વમાં ભાગ લઈ રહ્યા છે. તમે પણ તમારી ફરજ નિભાવો અને મતદાન કરવા જાઓ.

અહેવાલો અનુસાર, આ વાયરલ તસવીરમાં જે મહિલા છે, તેમનું નામ સુશીલા કનેશ છે. તેઓ રાજ્ય સરકારની સહાયક ગ્રેડ-3 અધિકારી છે અને છિંદવાડા જિલ્લામાં પુરવઠા શાખામાં છે. આ મહિલા અધિકારીની તસવીર પર સોશિયલ મીડિયા પર કમેન્ટ્સનું પૂર આવ્યું છે. ચૂંટણી કાર્યકર સુશીલાના ફોટા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'હવે હું પણ વોટ કરીશ.' તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ચૂંટણી પંચે ગ્લેમર છોડીને નિષ્પક્ષ ચૂંટણી પર ધ્યાન આપવું જોઈએ!

Advertisement
Tags :
Advertisement
Advertisement