For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડ્રગ્સ અને ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં અમેરિકી રાષ્ટ્રપતિનો પુત્ર દોષિત

11:34 AM Jun 12, 2024 IST | Bhumika
ડ્રગ્સ અને ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં અમેરિકી રાષ્ટ્રપતિનો પુત્ર દોષિત
Advertisement

હંટર બાઇડન ડ્રગ્સનું સેવન કરતો હોવા છતાં હેન્ડગન ખરીદી હતી અને વિગતો છૂપાવી હતી

Advertisement

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો પુત્ર હંટર બાઇડનને જ્યૂરી મંગળવારે દોષી જાહેર કર્યો છે. ગેરકાયદે બંદૂક ખરીદવાના અને ડ્રગ્સના ઉપયોગ અંગે ખોટું બોલવાના કેસમાં તે દોષી જાહેર થયો છે. હંટર બાઇડન પર આરોપ છે કે ઓક્ટોબર, 2018માં તેણે કોલ્ટ કોબરા હેન્ડગન ખરીદી, પરંતુ તે અંગે તેણે કોઈને જાણકારી આપી ન હતી.
એવો પણ આરોપ હતો કે તે દરમિયાન તે ડ્રગ્સનો બંધાણી હતો અને નશીલી દવાઓનું નિયમિત સેવન કરતો હતો. અમેરિકામાં એવા કાયદો છે કે માદક પદાર્થનું સેવન કરનાર વ્યક્તિ પોતાની પાસે ગન કે કોઈ હથિયાર ન રાખી શકે. હંટર બાઇડન કોઈ હાલના અમેરિકી રાષ્ટ્રપતિનો પહેલો એવો પુત્ર છે જેણે ગુના હેઠળ દોષી જાહેર કરવામાં આવ્યો છે.

હંટરને લઈને બાઇડેને કહ્યું હતું કે, જો તેનો પુત્ર દોષી જાહેર થશે તો તેઓ તેને ક્યારેય માફ નહીં કરે. એક ઈન્ટરવ્યૂમાં બાઇડનને પૂછવામાં આવ્યું હતું કે શું તે ડેલાવેયર રાજ્યમાં પોતાના પુત્ર પર ચાલી રહેલા ટ્રાયલના ચુકાદાને સ્વીકારવા માટે તૈયાર છે? જેના પર તેમણએ કહ્યું હતું હાં. જ્યારે તેમણે પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પોતાના પુત્રને માફ નહીં કરે? જેના પર તેમણે કહ્યું હતું કે જો તે દોષી જાહેર થશે તો તેઓ પોતાના પુત્રને ક્યારેય માફ નહીં કરે.

Advertisement
Tags :
Advertisement
Advertisement