For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

UPSC પરિણામ જાહેર : આદિત્ય શ્રીવાસ્તવ બન્યો ટોપર, ગુજરાતમાંથી આ 8 ઉમેદવારોએ મારી બાજી, જુઓ ટોપ-10 ઉમેદવારોનું લિસ્ટ

03:30 PM Apr 16, 2024 IST | Bhumika
upsc પરિણામ જાહેર   આદિત્ય શ્રીવાસ્તવ બન્યો ટોપર  ગુજરાતમાંથી આ 8 ઉમેદવારોએ મારી બાજી  જુઓ ટોપ 10 ઉમેદવારોનું લિસ્ટ

Advertisement

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2023ની પરીક્ષાના પરિણામોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. UPSC CSEનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાન બીજા ક્રમે રહ્યો છે. આ પછી, ત્રીજો રેન્ક અનન્યા રેડ્ડીએ અને ચોથો રેન્ક પીકે સિદ્ધાર્થ રામકુમારે હાંસલ કર્યો છે. રૂહાની પાંચમા સ્થાને છે. UPSC પરીક્ષામાં જનરલ કેટેગરીના 347, EWS કેટેગરીના 115, OBC કેટેગરીના 303, SC કેટેગરીના 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો પાસ થયા છે. કુલ 1016 પરીક્ષામાં પાસ થયા છે.

ગુજરાતમાંથી 8 ઉમેદવારોએ UPSCમાં બાજી મારી
મિતુલ પટેલ-AIR 139
અનિકેત પટેલ -AIR 183
હર્ષ પટેલ -AIR 392
ચંદ્રેશ સાંખલા-AIR 432
રાજ પટોળીયા -AIR 488
જૈનિલ દેસાઈ -AIR 490
સ્મિત પટેલ -AIR 562
દીપ પટેલ -AIR 776

Advertisement

UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા ગયા વર્ષે 28 મેના રોજ લેવામાં આવી હતી. પ્રિલિમ રાઉન્ડમાં પાસ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પાત્ર હતા. UPSC CSE મેન્સનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થયું હતું. ઉમેદવારો સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર સરળતાથી ચકાસી શકે છે.

આ જગ્યાઓ પર નિમણૂકો થશે

ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS) સહિત વિવિધ કેન્દ્ર સરકારની સેવાઓ અને વિભાગોમાં કુલ 1,105 ખાલી જગ્યાઓ ભરવા માટે UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા 2023 લેવામાં આવી હતી. તાજેતરના વર્ષોમાં, મહિલાઓએ UPSC પરીક્ષાઓમાં ટોચનું સ્થાન મેળવવામાં સિદ્ધિઓ હાંસલ કરી હતી, પરંતુ આ વખતે છોકરાઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે.

કુલ 2,800થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યૂ આપ્યો

અહેવાલો અનુસાર, IAS માટેના ઈન્ટરવ્યૂ ચોથી જાન્યુઆરીથી નવમી એપ્રિલ 2024 સુધી ચાલ્યું હતું. UPSC મુજબ, કુલ 2,800થી વધુ ઉમેદવારો વિવિધ તબક્કામાં લેવામાં આવેલા ઇન્ટરવ્યુમાં હાજર થયા હતા. આ સમગ્ર પ્રક્રિયા પછી આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને અન્ય કેન્દ્રીય પદ પર પસંદ કરાયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબર તેમના રેન્ક અનુસાર જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement