For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

10 વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરવાનો મનપાની કચેરીએ પ્રારંભ

04:11 PM Jun 29, 2024 IST | admin
10 વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરવાનો મનપાની કચેરીએ પ્રારંભ
Advertisement

નવા ઓળખાણના પુરાવા સાથે ત્રણેય ઝોનલ કચેરી ખાતે અપડેટ કરી શકાશે

છેલ્લા 10 વર્ષ દરમ્યાન આધાર ઓળખનાં સૌથી સ્વીકૃત પુરાવા તરીકે થઇ આવેલ છે. જેમાં બાયોમેટ્ર્રીક પ્રમાણીકરણથી રહિશની ઓળખ કરવાની જોગવાઈ છે. રહીશો/જાહેર જનતા દ્વારા વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. સરકારની અલગ-અલગ યોજનાકીય લાભ મેળવવા માટે આધારની વિગતો સમયાંતરે અપડેટ કરવી જરૂૂરી છે.

Advertisement

જે માટે UIDAI (UNIQUE IDENTIFICATION AUTHORITY OF INDIA)નાં તા.09/11/2022 નાં જાહેરનામા No. HQ-16027/1/2022-EU-I- HQ (No. 6 of 2022) અન્વયે તમામ આધાર નંબર ધારકોએ આધાર નોંધણી કરાવ્યાથી દર 10 વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તેમનાં દસ્તાવેજોમાં POI-ઓળખાણનાં પુરાવો અને POA-સરનામાનો પુરાવોનાં દસ્તાવેજો અપડેટ કરવાનાં થાય છે.

આ પ્રકારનાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ઝોનલ કચેરીઓનાં આધાર કેન્દ્રો (1) ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન, ગ્રાઉન્ડ ફ્લોર, ઢેબરભાઈ રોડ, રાજકોટ, (2) ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, પૂર્વ ઝોન, ભાવનગર રોડ, રાજકોટ તથા (3) હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, વેસ્ટ ઝોન, 150’ રીંગ રોડ, રાજકોટ ખાતે કચેરીનાં કામગીરીનાં સમય દરમ્યાન તેમજ બીજા અને ચોથા શનિવારનાં રોજ સવારે 10:00 કલાક થી સાંજે 06:10 કલાક સુધીમાં નિયત ફી સાથે કરાવી શકશે. તેમજ વિશેષ માહિતગાર કરવાનાં કે, 10 વર્ષ સુધી આધાર કાર્ડ અપડેટ કરાવેલ ન હોય તેવા રહીશો UIDAIની વેબસાઈટ- https://myaadhaar. uidai.gov.in/ પરથી તા.14-09-2024 સુધી વિનામુલ્યે તેમનાં આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવી શકે છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement