For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી, આ ત્રણ જિલ્લામાં પડશે માવઠું

10:28 AM May 16, 2024 IST | Bhumika
રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી  આ ત્રણ જિલ્લામાં પડશે માવઠું
Advertisement

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં જોવા મળ્યો છે. જેના લીધે અનેક વિસ્તારોમાં કમોસમી પડ્યો છે. ત્યારે વરસાદ હવામાન વિભાની આગાહી મુજબ આજે પણ રાજ્યમાં વરસાદ આવી શકે છે. રાજ્યના ત્રણ જિલ્લામાં આજે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે. અમદાવાદ, આણંદ અને ખેડામાં હળવો વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન અનુસાર 17મે સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સમાન્ય વરસાદ બપોર બાદ પડે તેવો અનુમાન છે.

Advertisement

રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે ગરમીનો પ્રકોપ યથાવત. 10 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યુ છે. બે શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તો ત્રણ શહેરોમાં 42 અને પાંચ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. બુધવારે કચ્છ-સૌરાષ્ટ્ર અગનવર્ષામાં શેકાયું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરનમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર થતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કચ્છ, પોરબંદર અને ભાવનગર બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ સામાન્ય કરતા બે ડિગ્રી તાપમાન વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39.5 પહોંચ્યું છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement