સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઓછા મતદાનમાં પણ જંગી લીડ

02:27 PM Jun 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શરૂઆતના તબક્કામાં જ 44,905 મતથી આગળ રહ્યા

પોરબંદર લોકસભા બેઠક ઉપર કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા આજે જંગી લીડ સાથે ચુંટાઈ આવ્યા હતાં. સવારે 9:15 વાગ્યે જ 44,905 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાને ઘણા પાછળ છોડી દીધા હતાં. અને આ લીડ લાખોમાં રહેશે તેવા નિર્દેષ મળી રહ્યા છે.

પોરબંદર લોકસભા બેઠક ઉપર સમગ્ર રાજ્યની સરખામણીમાં ઘણું ઓછુ મતદાન થયું હતું. અને લોકો ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાની લીડ વીશે પણ શંકા સેવી રહ્યા હતાં.

પરંતુ પોરબંદર બેઠક ઉપર આજે મતગણતરી થતાં શરૂઆતમાં જ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ ઉંચી લીડ મેળવી લેતા તેમનો વિજય નિશ્ર્ચિત બન્યો છે. શરૂઆતમાં પોરબંદર લોકસભાના મતગણતરીમાં મનસુખ માંડવિયા 37,688 મતની લીડથી આગળ રહ્યા હતાં. અને વધુ રાઉન્ડ ખુલતા તેમની લીડ વધુને વધુ આગળ વધતી જતી હતી. શરૂઆતના તબક્કામાં પોરબંદર લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાએ 76,136 મત મેળવ્યા હતાં.

કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાએ 31,231 મત મેળવ્યા હતાં. મેર જ્ઞાતિના અપક્ષ ઉમેદવાર નાથાભાઈ ઓડેદરાએ 2003 મત મેળવ્યા હતાં. નોટા બટન પર શરૂઆતમાં 1458 મત નોંધાયા હતાં.

વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક ઉપર અર્જુનભાઈ મોઢવાડિયા આગળ
લોકસભાની ચૂંટણી સાથે જ પોરબંદરની વિધાનસભા બેઠક પર પેટા ચુંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપના ભળેલા અર્જુનભાઈ મોઢવાડિયા પહેલા રાઉન્ડના અંતે 5,579 મતથી આગળ રહ્યા હતાં. શરૂઆતના રાઉન્ડમાં અર્જુનભાઈ મોઢવાડિયાને 6,254 મત મળ્યા હતાં. બીજા ક્રમે કોંગ્રેસના રાજુ ભીમા ઓડેદરાને 675 મત મળ્યા હતાં.

Tags :
BJPCongressgujaratgujarat newsMANSUKH MANDAVIYApolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement