દ્વારકાના રૂપેણ બંદરે થતી બેરોકટોક માછીમારી!
અધિક જિલ્લા મેજિસ્ટે્રટના જાહેરનામાનો ઉલાળિયો: 40 બોટ માછીમારી માટે ગઇ
દ્વારકામાં આજરોજ મંગળવારના સવારથી જ ધાબળીયું વાતાવરણ હોય અને ઝરમરીયા વરસાદ વચ્ચે પણ દ્વારકાની રૂૂપેણ બંદરની બોટો ગેરકાયદેસર રિતે દરિયામાં જોવા મલી હતી.
અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુંદ્રમાં જાય છે. સમુંદ્રમાં ગયા પછી વાવાઝોડુ વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુંદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોચાડવી શક્ય હોતી નથી તેમજ જુન માસથી દરિયો તોફાની થૈઇ જતો હોય માછીમારોને સામાન્ય રીતે જુન માસથી સમુંદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમકારક હોય મત્સયોધોગ ખાતું તથા પોર્ટ ઓફિસર દ્વારા માછીમારોને આવી સિઝનમાં સમુંદ્રમાં જવા માટે પરવાગી આપવામાં આવતી નથી.
1/6 થી 31/7 સુધી સમુંન્દ્રમાં કે કિક્ એરિયામાં જવા ઉપરનું જાહેરનામું હોવા છતા દ્વારકાના રૂપેણબંદરેથી જાહેરનામાં નો ઉલારીયો કરી દ્વારકાના રૂપેણ બંદરેથી સતત ત્રિજા દિવસે ખરાબ વાતાવરણમાં દરિયામાં જોખમી રીતે 40થી વધું બોટો ગઈ છે. આ અંગે ફિસરીઝ વિભાગને જાણ કરાતા તેઓએ દરિયામાં ગેરકાયદે જતી બોટોની ઓખા જિલ્લા એસપીને પણ જાણ કરાઇ હોવાનું જણાવ્યું હતું. સંબંધિત તંત્રની મીઠી નજર હેઠળ ખરાબ વાતાવરણમાં દરિયામાં જતી બોટોમાં દરિયામાં અનિર્છીય બનાવ બનશે તો જવાબદાર કોણ એ સાવલો ઉઠ્યા છે. ઉલ્લેખીયન છેકે ત્રણ દિવસ થયા રૂપેણબંદરે ગેરકાયદેસર દરરોજ બોટો જાય છે. માત્ર દ્વારકા પોલીસ સ્ટેશને તાજેતરમાં પાંચ બોટ વિરૂધ્ધ જ ગુન્ના નોંધાયા હોવાતો જાણવા મલી છે!! હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.