For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

"સુક્ધયા સમૃદ્ધિ યોજના” અંતર્ગત દીકરીઓના ખાતામાં દર વર્ષે રૂા.1500 જમા થશે

04:13 PM Jul 03, 2024 IST | admin
 સુક્ધયા સમૃદ્ધિ યોજના” અંતર્ગત દીકરીઓના ખાતામાં દર વર્ષે રૂા 1500 જમા થશે
Advertisement

મનપાની શાળામાં અભ્યાસ કરતી ક્ધયાઓને લાભ મળશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટમાં જાહેર થયેલ યોજનાઓની અમલવારીનાં સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલી, જેના ભાગરૂૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમા અભ્યાસ કરતી ક્ધયાઓ માટેની હાલ અમલી યોજના અંગે સ્ટે.કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતી ક્ધયાઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના ભાગરૂૂપે વર્ષ 2017-18 થી "સુક્ધયા સમૃધ્ધિ યોજના" અમલમાં છે. ઉક્ત યોજનામાં વર્ષ 2023-24 સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિ ક્ધયાદીઠ વાર્ષિક રૂૂપિયા 365/- ક્ધયાના પોસ્ટ બચત ખાતામાં જમા કરાવવામાં આવતા હતા તેમજ તેની સામે ક્ધયાના વાલી દ્વારા વાર્ષિક રૂૂપિયા 635/- સ્વેચ્છાએ જમા કરવામાં આવે છે.

આ અંગે વિગતવાર માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર એક યાદીમાં જણાવે છે કે, ઉક્ત યોજનામાં મહાનગરપાલિકા દ્વારા સુધારો કરી ચાલુ નાણાકીય વર્ષ 2024-25 થી રૂૂપિયા 365/- ની જગ્યાએ ક્ધયાદીઠ વાર્ષિક રૂૂપિયા 1500/- જમા કરાવવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે જૂની સંમત થયેલ ક્ધયાઓની સંખ્યા 1095 હોય જેમને પ્રતિ ક્ધયાદીઠ રૂૂપિયા 1500/- લેખે આજરોજ શાળા મારફત કુલ મળી રૂૂપિયા 16,42,500/-નું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના ખાતામાં ચુકવણું કરવામાં આવેલ છે. જે ક્ધયાઓના વાલી દ્વારા સુક્ધયા સમૃધ્ધિ યોજનામાં રૂૂપિયા 1500/- જમાં કરાવવામાં આવશે તે ક્ધયાઓના ખાતામાં સુક્ધયા સમૃધ્ધિ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા તરફથી પણ રૂૂપિયા 1500/- જમા કરાવવામાં આવશે. તેમજ ચાલુ વર્ષે નવા પ્રવેશની કાર્યવાહી ચાલતી હોઇ, પ્રવેશની કામગીરી પૂર્ણ થયા બાદ નવા પ્રવેશ મેળવેલ ક્ધયાઓને પણ આ યોજના અંતર્ગત ચુકવણું કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement