For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

60 વર્ષથી ઓછી ઉંમર, 50 વન ડેનો અનુભવ, ટીમ ઈન્ડિયા નવા કોચની શોધમાં

12:35 PM May 15, 2024 IST | Bhumika
60 વર્ષથી ઓછી ઉંમર  50 વન ડેનો અનુભવ  ટીમ ઈન્ડિયા નવા કોચની શોધમાં
Advertisement

1 જુલાઈ 2024થી 31 ડિસેમ્બર 2027 સુધીનો રહેશે નવા હેડ કોચનો કાર્યકાળ

ભારતીય ટીમ માટે આગામી પડકાર જૂનમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024નો છે અને તેના માટે ટીમની જાહેરાત પણ 30 એપ્રિલે કરવામાં આવી હતી. આમાં 25 મે સુધી ફેરફાર કરી શકાય છે. ટીમની કપ્તાની રોહિત શર્માને સોંપવામાં આવી છે, જ્યારે અનુભવી રાહુલ દ્રવિડ મુખ્ય કોચ તરીકે જોવા મળશે. જો કે, આ પછી દ્રવિડ ફરીથી ટીમ ઈન્ડિયા સાથે જોવા મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે કારણ કે તેનો કાર્યકાળ માત્ર ઝ20 વર્લ્ડ કપ સુધીનો છે.
એવામાં હવે BCCIએ નવા કોચની અરજી માટે નોટિસ પણ જારી કરી છે અને આ માટે 27મી મેના રોજ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકાય છે. વર્લ્ડ કપ પછી તરત જ નવા કોચની શોધમાં રહેલી ટીમ ઈન્ડિયાએ તેના સોશિયલ મીડિયા પર આ પોસ્ટ માટે એક જાહેરાત બહાર પાડી છે. જ્યાં કહેવામાં આવ્યું છે કે નવા મુખ્ય કોચની જવાબદારી ભારતીય ક્રિકેટ ટીમનો વિકાસ કરવાની રહેશે.

Advertisement

નવા મુખ્ય કોચનો કાર્યકાળ 1 જુલાઈ 2024 થી 31 ડિસેમ્બર 2027 સુધીનો રહેશે. એટલે કે BCCIએ ત્રણ વર્ષ માટે પોતાની યોજના બનાવી છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ઝ20 વર્લ્ડ કપ 2026 અને ઘઉઈં વર્લ્ડ કપ 2027 જેવી મોટી ટૂર્નામેન્ટ સામેલ હશે. જેમાં ઉમેદવારે મુખ્ય કોચની ભૂમિકા ભજવવાની રહેશે. BCCIએ જાહેરાતમાં કેટલીક શરતોનો ઉલ્લેખ કર્યો છે, જે અનુસાર મુખ્ય કોચ બનવા માટે ઓછામાં ઓછી 30 ટેસ્ટ અથવા 50 વનડે મેચ રમવાનો અનુભવ હોવો જોઈએ અથવા ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ફૂલ મેમ્બર ટેસ્ટ પ્લેઇંગ નેશનલ ટીમના મુખ્ય કોચ રહ્યા હોય. આ સિવાય એસોસિએટ મેમ્બર ઓછામાં ઓછા 3 વર્ષ સુધી ટીમ/આઈપીએલ ટીમ અથવા આવી કોઈ મોટી લીગ અથવા ફર્સ્ટ ક્લાસ ટીમ અથવા નેશનલ અ ટીમનો કોચ હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement