For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોડ પર પડેલા મૃત પશુ સાથે ઇકો કાર અથડાતાં કાકા- ભત્રીજાનાં મોત

01:15 PM Apr 01, 2024 IST | Bhumika
રોડ પર પડેલા મૃત પશુ સાથે ઇકો કાર અથડાતાં કાકા  ભત્રીજાનાં મોત
  • લીંબડી- રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો, પાંચ ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એવામાં જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં મુસાફરોથી ભરેલી ઈકો કાર રસ્તા પર પડેલા મૃત પશુ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીથી પ્રજાપતિ સમાજના 8 જેટલા લોકો ઈકો કારમાં છાસિયા ખાતે ભજનના કાર્યક્રમમાં જઈ રહ્યાં હતા. આ દરમિયાન તેમની કાર લીંબડી હાઈવે પર આવેલા ઘોસળ ગામ નજીક પહોંચી, ત્યારે રસ્તા પર પડેલા મૃત પશુ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જે બાદ કાર પલટી મારીને રોડની સાઈડમાં ખાઈમાં ઉતરી ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થતાં તમામને 108ની મદદથી સાયલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકની હાલત ગંભીર હોવાથી તેને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement