રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શનિવારે મહિલા પ્રીમિયર લીગનું ઓક્શન, 165 ખેલાડીઓ, 30 પસંદ થશે

12:23 PM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

વૂમન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ઓક્શનની યાદી બહાર પાડવામાં આવી છે. આમાં 165 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 165 ખેલાડીઓ પર આગામી સપ્તાહે 9મી ડિસેમ્બરે મુંબઈમાં બિડિંગ યોજાશે. ઓક્શનની યાદીમાં સામેલ 165 ખેલાડીઓમાંથી 104 ખેલાડીઓ ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ છે. વિદેશી ખેલાડીઓમાં 15 એવા ખેલાડીઓ છે જે સહયોગી દેશોના છે. હરાજીની યાદીમાં સામેલ આ ખેલાડીઓમાંથી 56 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે, જ્યારે 109 ખેલાડીઓ પાસે કોઈ આંતરરાષ્ટ્રીય અનુભવ નથી. ઓક્શનમાં સામેલ ખેલાડીઓની મૂળ કિંમત 10 લાખથી 50 લાખ રૂૂપિયા સુધીની છે. 50 લાખની બેઝ પ્રાઈઝમાં માત્ર બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વળી, 40 લાખ રૂૂપિયાની મૂળ કિંમતમાં ચાર ખેલાડીઓ છે. આ પછી 30, 20 અને 10 લાખની બેઝ પ્રાઈઝમાં ખેલાડીઓની ભરમાર છે.
વૂમન પ્રીમિયર લીગમાં પાંચ ટીમો છે. દરેક ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓ રાખી શકાય છે. વિદેશી ખેલાડીઓની મહત્તમ મર્યાદા 6 છે. પાંચેય ટીમોમાં કેટલાક ખેલાડીઓને પહેલાથી જ જાળવી રાખવામાં આવ્યા છે. જાળવી રાખવામાં આવેલી યાદીમાં કુલ 60 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે આ ફ્રેન્ચાઈઝી પાસે આવતા સપ્તાહે યોજાનારી હરાજી માટે માત્ર 30 સ્લોટ ખાલી છે. એટલે કે 165માંથી માત્ર 30 ખેલાડીઓ જ નસીબદાર હશે. આ 30 સ્લોટ માટે પાંચ ફ્રેન્ચાઈઝી સાથે કુલ 17.65 કરોડ રૂૂપિયા ઉપલબ્ધ થશે.
તમને જણાવી દઈએ કે દરેક ફ્રેન્ચાઈઝીના પર્સની હરાજી કરવાની મહત્તમ મર્યાદા 13.5 કરોડ રૂૂપિયા છે. ફ્રેન્ચાઇઝીએ આમાંથી મોટાભાગની રકમ રિટેન કરાયેલા ખેલાડીઓ પર ખર્ચી છે.
દિલ્હી કેપિટલ્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: એલિસ કેપ્સી, અરુંધતિ રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસન, લૌરા હેરિસ, મરિજન કેપ, મેગ લેનિંગ, મિનુ મણિ, પૂનમ યાદવ, રાધા યાદવ, શફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાન્યા ભાટિયા, તિતાસ સાધુ જ્યારે રિલીઝ થયેલા ખેલાડીઓ: અપર્ણા મંડલ, જસિયા અખ્તર, તારા નોરિસનો સમાવેશ થાય છે.
ગુજરાત જાયન્ટ્સમાં જાળવી રાખેલા ખેલાડીઓ: એશ્ર્લે ગાર્ડનર, બેથ મૂની, ડેલાન હેમલતા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડ, શબનમ શકીલ, સ્નેહ રાણા, તનુજા કંવર. છૂટા કરાયેલા ખેલાડીઓ: અન્નાબેલ સધરલેન્ડ, અશ્વની કુમારી, જ્યોર્જિયા વેરહેમ, હર્લી ગાલા, કિમ ગાર્થ, માનસી જોશી, મોનિકા પટેલ, પારુણિકા સિસોદિયા, સબીનેની મેઘના, સોફિયા ડંકલી, સુષ્મા વર્માનો સમાવેશ થાય છે.
મુંબઈ ઈન્ડિયન્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લો ટ્રાયન, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુ, હુમૈરા કાઝી, ઈસાબેલ વોંગ, જિંતિમાની કલિતા, નતાલી સાયવર, પૂજા વસ્ત્રાકર, પ્રિયંકા બાલા, સાયકા ઈશાક, યસ્તિકા ભાટિયા. રિલીઝ થયેલા ખેલાડીઓ: ધારા ગુર્જર, હીથર ગ્રેહામ, નીલમ બિષ્ટ, સોનમ યાદવ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: આશા શોભના, દિશા કેસેટ, એલિસ પેરી, હીથર નાઈટ, ઈન્દ્રાણી રોય, કનિકા આહુજા, રેણુકા સિંહ, રિચા ઘોષ, શ્રેયંકા પાટીલ, સ્મૃતિ મંધાના, સોફી ડિવાઈન છૂટા કરાયેલા ખેલાડીઓ: ડેન વેન નિકેર્ક, એરિન બર્ન્સ, કોમલ ઝાંઝદ, મેગન શૂટ, પૂનમ ખેમનાર, પ્રીતિ બોઝ, સહાના પવાર છે.
યુપી વોરિયર્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: એલિસા હીલી, અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, કિરણ નવગીરે, લોરેન બેલ, લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, રાજેશ્વરી ગાયકવાડ, એસ. યશશ્રી, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા રિલીઝ થયેલા ખેલાડીઓ: દેવિકા વૈદ્ય, શબનીમ ઈસ્માઈલ*, શિવલી શિંદે, સિમરન શેખનો સમાવેશ થાય છે.

Advertisement

Tags :
auctiononSaturdayWomen's Premier League
Advertisement
Next Article
Advertisement