એસ.ટી.ની 8300 બસમાં ટ્રેકિંગ-જીપીએસ સિસ્ટમ ઈન્સ્ટોલ
ત્રણ તબક્કાની કામગીરી પૂર્ણ : નિયમો તોડતા કાર્મચારીઓ પર હવે નિગમની સીધી નજર
સરકારી બસો માટે ગુજરાત સરકાર દવારા નિયમો ટાડવામાં આવ્યા છે. જેમાં હોલ્ટ, સ્પીડ, બોર્ડ સહિતની અન્ય કામગીરી માટે માર્ગદર્શીકા જાહેર કરાઈ હોવા છતાં નિયમોની અમલવારી નહીં થતી હોવાની રાવ ઉઠયા બાદ તેને ક્ધટ્રોલમાં કરવા માટે નિગમ દ્વારા જપીએસ સિસ્ટમથી કનેક્ટ કરવામાં આવી છે. જેમાં ત્રણ તબક્કાની કામગીરી પૂર્ણ થતાં 8300 બસમાં ટ્રેકિંગ અને જીપીએસ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની એસટી બસોમાં ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ) ઇન્સ્ટોલ કરવામાં આવી છે.આ પ્રોજેક્ટના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને તથા મુસાફરોને ખૂબ જ ફાયદાઓ મળી રહ્યા છે. નિગમને તમામ બસોનું રિયલ ટાઈમ મોનિટરીંગ મળી રહે છે, જેના કારણે તેઓ બસોની વ્યવસ્થા અને સંચાલન ખૂબ જ સુઆયોજિત રીતે કરી શકે છે.આઈ.વી.ટી. એપ્લિકેશન દ્વારા મુસાફરો અને બસોની સલામતીની ખરાઈ અને વ્યવસ્થા કરી શકાય છે.પ્રથમ તબક્કામાં 2400 બસોમાં, બીજા તબક્કામાં 2600 બસોમાં અને ત્રીજા તબક્કામાં બાકી રહેલ અંદાજીત 3300 બસોમાં જીપીએસ ડીવાઈસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા.
તબક્કામાં 591 પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અલગ અલગ 100 બસ સ્ટેશનો પર ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. 16 ડિવિઝનલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર તથા સેન્ટ્રલ ઓફિસમાં 1 સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ સ્ટેશનની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે અત્યાધુનિક અને ખૂબ જ એડવાન્સ એવી ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ એપ્લીકેશનનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. જેમાં જ્યોગ્રાફિકલ ઇન્ફર્મેસન સિસ્ટમ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીને ઇન્ટીગ્રેટેડ કરવામાં આવી છે.આ આઈ.વી.ટી એપ્લીકેશન જી.પી.એસ.ના લાઇવ અને રિયલ ટાઈમ ડેટાને ફક્ત અમુક મિલિસેક્ધડમાં પોતાના સર્વર પર મેળવી તુરંત આ ડેટાને પ્રોસેસ કરી પી.આઈ.એસ, આઈ.વી.ટી. એપ્લિકેશન અને મોબાઈલ એપ્લિકેશનમાં વિવિધ રિપોર્ટમાં મોકલી આપે છે.
આઈ.વી.ટી. એપ્લિકેશન દ્વારા મેનેજમેન્ટ તમામ બસોનું રિયલ ટાઈમ મોનિટરીંગ મેળવી પેરેલલ ઓપરેશન થતું હોય, કોઈ બે લોકેશન પર પણ વધારે ટ્રીપની ફ્રિકવન્સી હોય, વાસ્તવિક મુસાફરીનો સમય તથા ટ્રીપનું અંતર જાણી શકાય છે.જૂની મુસાફરીઓના ડેટાનું એનાલિસિસ કરી વિવિધ પ્રકારના નિર્ણયો લઈ ટ્રાફિકની સમસ્યાઓ નિવારી શકાય છે અને પ્રોડક્ટિવિટી વધારી શકાય છે.આ પ્રોજેક્ટ દ્વારા બસોની. ટ્રીપની, શિડ્યૂલની સમયબદ્ધતા જાળવી શકાય છે તથા ઓપરેશનલ કોસ્ટ ઘટાડી શકાય છે. ઓવર સ્પીડ અને તેના કારણે થતા અકસ્માતની ઘટનાઓ ઘટાડી શકાય છે. પહેલા ગુ.રા.મા.વા.વ્ય. નિગમ પર જે ખોટા એક્સીડન્ટના કે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ્સ ક્લેઈમ થતા હતા તેને પણ ઘટાડી શકાયા છે.
ભાડા વધારો છતાં ખખડધજ બસો દોડાવાતી હોવાની રાવ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા ની યાદી મુજબ તાજેતરમાં રાજકોટ ખાતેના ભાવનગર રોડ પરના પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત બનેલા સેટેલાઈટ એસટી બસ સ્ટેશનના લોકાર્પણ (ઉદઘાટન) પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ચાર માસમાં 900 અને આ વર્ષમાં 2000 નવી બસોના લક્ષ્યાંક સાથે મુસાફરોને આધુનિક ઇન્સ્ફરાસ્ટ્રકચર સાથે સારી સુવિધા આપવા સરકાર કટિબદ્ધ છે. અને તેમ છતાં આજે ગુજરાત એસ.ટી. ના મોટાભાગના ડેપોમાં ભંગાર અને ખખડધજ બસ ઓન ધ રોડ ચાલે છે. રાજ્ય સરકારે એસટી ને જે 25% ભાડા વધારો કરવાની મંજૂરી આપી છે. મુસાફરોને સારી સવલતો અને સારી બસો મળે તે હેતુને નજર સમક્ષ રાખી એસટીને ભાડા વધારો કરવા રાજ્ય સરકારે લીલી ઝંડી આપી છે અને એસટી ને આ ભાડા વધારાને પગલે 684.87 કરોડની થવાની છે. અને તેમ છતાં જો આવી બસો ઓન ધ રોડ ચલાવવામાં આવતી હોય તો જે તે ડેપોના ડેપો મેનેજર સામે પણ કાર્યવાહી થવી જોઈએ.