ભાગીદાર રૂા.16 લાખ લઇ ફરાર થઇ જતા ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં પેડક રોડ ઉપર આવેલી લાખેશ્વર સોસાયટીમાં રહેતા યુવાને બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા કારખાનામાં ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને પૂર્વ ભાગીદાર રૂૂ.16 લાખ લઈને નીકળી ગયા બાદ ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ ઉપર આવેલી લાખેશ્વર સોસાયટીમાં રહેતો તુષાર જેન્તીભાઈ સેખલીયા નામનો 30 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પ્રાથમિક પૂછપરછમાં તુષાર શેખલીયા અગાવ 80 ફુટ રોડ ઉપર ધર્મેશ કોળી સાથે ગોલ્ડ પ્લાન્ટના નામે ભાગીદારીમાં ધંધો શરૂૂ કર્યો હતો.
બાદમાં ભાગીદાર ધર્મેશ કોળી ઉઘરાણીના રૂૂ.16 લાખ લઈને નીકળી જતા તુષાર શેખલીયાએ ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.