રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આરટીઓ દ્વારા કારની NP અને બાઇક માટે NQ સિરિઝ નવી ખુલશે

05:06 PM Jul 25, 2024 IST | admin
Advertisement

તા.2 ઓગસ્ટથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ

Advertisement

રાજકોટ આરટીઓ કચેરી દ્વારા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે જીજે 03 એનક્યુ સીરીઝની રી-ઓક્શન તથા મોટર કાર પ્રકારના વાહનો માટે જીજે 03 એનપી સીરીઝની રી-ઇઓક્શન માટેની નવી સીરિઝનું રી-ઓક્શન કરવામાં આવશે.

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા કચેરીમાં મોટર કાર પ્રકારના વાહનોની લગતી જીજે 03 એનપી સીરિઝનું અને મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી જીજે 03 એનક્યુ સીરિઝનું રી-ઓક્શન તા.02/8થી શરૂ કરવામાં આવનાર હોઇ જીજે 03 એનક્યુ તથા અગાની સીરિઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે.

રિ-ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા માટે તા.02/08/2024 સાંજે 4 કલાકથી તા.06/08/2024 સાંજે 4 કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.06/08/2024 સાંજે 4:01 કલાકથી તા.08/08/2024 ના સાંજે 4 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.08/08/2024 સાંજે 04:15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે.
વાહન વેચાણ તારીખથી 7 દિવસની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી.

Advertisement
Next Article
Advertisement