લોધિકાના જમીન વિવાદમાં નવો આક્ષેપ, સરપંચ ખંડણી માગે છે?
રાજકોટ નજીક લોધીકા ગામની સરવે નં.428 વાળી 16 અકેટ જમીનના વિવાદમાં લોધીકા ગામના સરપંચ સુધાબેન વસોયા અને તેના પતિ કિશોર વસોયા સહિતનાઓ દ્વારા જમીન કૌભાંડ હોવાના આક્ષેપો કરાયા બાદ આ જમીનના માલિકો મુકેશ ગોરધનભાઇ તોગડીયા અને કૌશિકભાઇ રામાણી દ્વારા સરપંચ અને પતિ સહિતની ટોળકી દ્વારા પૈસા પડાવવા મીડિયામાં આવી વાતો ફેલાવાતી હોવાનો આક્ષેપ કરવામા આવતા સમગ્ર વિવદમાં નવોજ વળાંક આવ્યો છે. બંન્ને ખાતેદારોએ જમીનના ટાઇટલ પણ રજુ કર્યા હતા અને સરપંચની મેલીમુરાદનો પર્દાફાશ કર્યો હતો.
મુકેશ તોગડીયા તથા કૌશીક રામાણીએ ગુજરાત મિરરની રૂબરૂ મુલાકાત લઇ જણાવ્યુ હતુ કે લોધીકા ગામના સરપંચ સુધાબેન વસોયા તથા તેમના પતિ કિશોર વસોયા તથા પિયુષ રૈયાણી, જગો રૈયાણી એમ મળી ચાર-પાંચ લોકોની ટોળકી અમે ખરીદેલી જમીન ગૌચર છે અને તે ટાઈટલ નથી તેવી વાહીયાત વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે હકીકતમાં અમોએ ખરીદેલ જગ્યા વારસાઈ, ટાઈટલ કલીયર અને તમામ કાગળો ચકાસીને અમો લોકોએ આજથી લગભગ એક વર્ષ પહેલા ખરીદી કરેલ હતી. પરંતુ લોધીકા ગામના સરપંચ સુધાબેન વસોયા તથા તેમના પતિ કિશોર વસોયા બંને લોકો ખુબજ ભ્રષ્ટાચારી લોકો છે અમારી પાસે તેઓએ રૂૂપિયાની માંગણી કરેલ અને અમોને એમ કહેલ કે રૂૂપિયા નહી આપો તો હું તમારા વિરુધ્ધ ખોટી ફરીયાદ કરી તમારી જગ્યા વેંચાવા નહી દઉં અને પૈસા ન આપવા હોય તો તેમાંથી બે (2) એકર જમીન અમારા નામે કરી આપો. આવી માંગણી અમો લોકોએ ન પુરી કરતા ગામના કહેવાતા ચાર-પાંચ આવા લુખ્ખા તત્વો મળી આ કાવત્રાના ભાગ રૂૂપે અમોને રાજકીય, સામાજીક અને આર્થિક નુકશાન પહોંચાડવા ષડયંત્ર રચેલ છે. વધુમાં સરપંચ તથા તેના પતિએ ગ્રામ પંચાયતની જગ્યા હાલ કોઈપણ જાતની સરકારી મંજુરી વગર પ્લોટની હરાજી કરીને મસમોટો ભ્રષ્ટાચાર આદરેલ છે. અને તેમાં બે-ત્રણ પ્લોટ પોતાના ભત્રીજા તથા ભાઈ અને સગાના નામે પ્લોટના દસ્તાવેજ કરી મોટું કૌભાંડ કરેલ છે જે છતુ ન થાય તેવા હેતુથી ગામ લોકોને તથા અધિકારીઓને ખોટા આધાર પુરાવા રજુ કરી પોતે દુધે ધોયેલો છે તેવું સાબીત કરવા માંગે છે અને પોતે ગ્રામ પંચાયતની ચેક બુકમાં પણ પત્નિની જગ્યાએ પોતે સહીઓ કરી અનેક બીલો પાસ કરાવી ખોટી સહીઓથી પૈસાના ગેર વહીવટ કરેલ છે.
જો આ બધુ સાચી રીતે જે તે નિષ્ઠાવાન અધીકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો પોતે અને તેમના પતિ એમ બંને જેલના સળીયા પાછળ ધકેલાય તેમ છે. પોતાના કરેલા પાપો છુપાવવા તથા પોતે લોધીકા ગામમાં અનેક લોકો સાથે મળી સાંથણીની જગ્યાઓ સારા લોકેશન તથા રોડ ઉપર બેસાડી મસ્ત મોટી મલાઈ તારવાના ટેવ વાળા સરપંચ તથા તેના પતિને અમારી જગ્યામાં કાંઈ વહીવટ ન આપતા પેટમાં દુ:ખાવો ઉપડેલ અને પોતાને દુ:ખે છે પેટમાં અને માથુ કુટે છે અમોએ સરપંચને તથા તેના પતિને વારંવાર રજુઆત કરેલ કે આપ લોકો ડી.એલ.આઈ.આર. કચેરીમાં કાયદેસરની અરજી કરી અને ગૌચર તથા ખરાબાની માપણી કરાવો તો સાચી હકીકત બહાર આવે તેવું કરવાની જગ્યાએ ખાલી અમોને જ ટારગેટ કરી અમોને ખોટી રીતે હેરાન કરવાનું અને પૈસા પડાવવાનું કામ કરે છે. વધુમાં જો આવી જગ્યાઓની માપણી કરવામાં આવે તો સરપંચ તથા તેમના પતિનો ભાંડો કુટે તેમ હોય ઘણી જગ્યાઓમાં જગ્યા કરતા આજુબાજુમાં દબાણો તથા તાર ફેન્સીંગ સરપંચે તથા તેના પતિએ કરાવેલ છે અને તેમની પાસેથી મસમોટા વહીવટ કરેલ છે.
તોગડીયા અને રૈયાણીએ કરેલા આક્ષેપ મુજબ તેમની સાથે અમારા પ્રકરણમાં જોડાયેલ પિયુષ રૈયાણી, જગો રૈયાણી, મામલતદાર ઓફીસ સામે ગૌચરની જગ્યા દબાણ કરી કેબીન તથા ઓફીસ રાખી લોકોને તથા સરકારી કર્મચારીને કાયમ ખોટી રીતે હેરાન-પરેશાન કરવાનું કામ કરે છે અને પોતે વકીલ છે તેવા નાટકો કરી લોકો પાસેથી ફોર્મ ભરાવવાના, અરજીઓ કરાવાની અને કોઈપણ જમીનના કાગળો મામલતદાર ઓફીસમાંથી કઢાવવા જેવી કામગીરી કરી લોકો પાસેથી પૈસા લુંટવાનું કામ કરે છે જેથી અમો લોકોને ગામ તથા તાલુકામાંથી ફરીયાદ મળતા અમોએ મામલતદારશ્રીને લેખીત રજુઆત કરી તાત્કાલીક દબાણ દુર કરવા અપીલ કરેલ જેથી તેમને પણ પેટમાં દુ:ખાવો ચાલુ થઈ ગયેલ અને તેઓ સરપંચ તથા વહીવટદાર પતિ સાથે મળી અમારી વિરુધ્ધ ખોટી અરજીઓ કરી અમો લોકોને દબાવવાનો પ્રયત્ન કરે છે.