રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપા 32 સર્કલ જનભાગીદારીથી ડેવલોપ કરશે

04:15 PM Jul 31, 2024 IST | admin
Advertisement

કોર્પોરેશને સર્કલ ડેવલોપિંગ માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યા

Advertisement

મહાનગરાપલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર આવતા સર્કલોને વિવિધ પ્રકારના સંદેશો આપતા સ્લોગનો તેમજ અવનવી ડિઝાઈનો વાળા બનાવવા માટે જનભાગીદારીથી ડેવલોપ કરવાની યોજના અમલમાં મુકી છે. જે અંતર્ગત વધુ 32 સર્કલ જનભાગીદારીથી ડેવલોપ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા 32 સર્કલને જનભાગીદારીથી ડેવલોપ કરવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જેમાં રાજકોટ શહેરના ઈસ્ટ, સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોનમાં 1)ડીલક્સ ચોક, કુવાડવા રોડ-01 આઈલેન્ડ(2)મોરબી રોડ જકાતનાકા, મોરબી રોડ-01 આઈલેન્ડ (3)પારેવડી ચોક, કુવાડવા રોડ-01 આઈલેન્ડ (4)ચૌધરી હાઈસ્કુલ ચોક, કસ્તુરબા રોડ-02 આઈલેન્ડ (5)ગોંડલ ચોકડી, ગોંડલ રોડ-01 આઈલેન્ડ(6)સુર્યમુખી હનુમાનજી મંદિર પાસે,નાના મવા રોડ- 01 આઈલેન્ડ (7) કોલસાવાડી સર્કલ, ગેબનશાહ પીર રોડ- 03 આઈલેન્ડ (08)માલવીયા ચોક, યાગ્નિક રોડ- 04 આઈલેન્ડ (09)ભક્તિનગર સ્ટેશન ચોક, ટાગોર રોડ- 04 આઈલેન્ડ (10) ધર્મજીવન ચોક, ઢેબર રોડ-01 આઈલેન્ડ (11)મુંજકા ચોકડી, નવો 150 ફૂટ રીંગ રોડ- 02 આઈલેન્ડ (12)બાપા સીતારામ ચોક, મવડી રોડ- 04 આઈલેન્ડ(13)ગોલ નેસ્ટ એપાર્ટમેન્ટ પાસે, મવડી પોલીસ હેડ ક્વાટર્સ રોડ- 01 આઈલેન્ડ (14) ઇન્દ્રપ્રસ્થનગર મેઈન રોડ, રેલ્વે ટ્રેકની બંને તરફ,1-1 એમ કુલ- 02 આઈલેન્ડ એ રીટેન્ડર જ્યારે (15)આકાશવાણી ચોક, યુનિવર્સીટી રોડ -05 આઈલેન્ડ પ્રથમ પ્રયત્ન એમ કુલ 32(બત્રીસ) આઈલેન્ડ જનભાગીદારી (ઙઙઙ)નાં ધોરણે ડેવલપ કરવા તથા 05 (પાંચ) વર્ષ માટેના ઘખ સહિતના રાઈટસ મેળવવા ઈચ્છુક સંસ્થા/પેઢીઓએ વાર્ષિક પ્રિમિયમ આધારિત તેઓની ઓફર સીલ બંધ કવરમાં પોસ્ટ/રજી.એડી/કુરીયરથી તા 16-08-2024 નાં રોજ સાંજના 6.00 કલાક સુધીમાં નીચે જણાવ્યા મુજબના સરનામે મોકલી આપવાની રહેશે.

કોઇપણ સંજોગોમાં આઈલેન્ડ ડેવલોપમેન્ટ અન્વયેની રૂૂબરૂૂ ઓફર સ્વીકારવામાં આવશે નહી. સદરહું ઓફર સાથે એજન્સીએ ટેન્ડર ફી પેટે રકમ રૂૂ.3000/- (અંકે રૂૂમ.ત્રણ હજાર પુરા) અર્નેસ્ટમની ડીપોઝીટ પેટે રૂૂ.5,000/- (અંકે રૂૂમ. પાંચ હજાર પુરાનો) રાજકોટ મહાનગરપાલિકાનાં નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ રજુ કરવાનો રહેશે. આઈલેન્ડની યાદી, ઓફર ફોર્મ તેમજ વિશેષ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબ સાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ અથવા ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા, મલ્ટી એક્ટીવીટી સેન્ટર, ત્રીજો માળ, નાનામવા ચોકડી, 150થ ફૂટ રીંગ રોડ, રાજકોટ - 360005 ખાતે કચેરીનાં સમય દરમિયાન રૂૂબરૂૂ સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

Advertisement
Next Article
Advertisement