ભાવનગરમાં સિંધુનગર સ્મશાન પાસેથી રૂા.8.48 લાખનો દારૂ ઝડપાયો: આરોપી ફરાર
ભાવનગરની એલસીબી પોલીસે સિંધુનગર સ્મશાન પાસે ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂૂની બોટલ નંગ,3274 રૂ.8,48,480નો મુદ્દામાલ ઝડપી લીધો છે જ્યારે આરોપી ફરાર હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, સુરેશ ભગવાનભાઈ સાટીયા રહે. સિંધુનગર સ્મશાન સામે, ભાવનગરવાળા સિંધુનગર સ્મશાન જવાના રોડ ઉપર, ઓટો વે ગેરેજની સામે આવેલ ઓરડીમાં ઇંગ્લીશ દારૂૂની બોટલો રાખી ઇંગ્લિશ દારૂૂનું વેચાણ કરે છે.
જે બાતમી આધારે રેઈડ ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂૂ ફોર સેલ ઈન મધ્યપ્રદેશ સ્ટેટ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલ નંગ. 3274 કિંમત રૂૂ.8,48,480નો મુદ્દામાલ મળી આવતા તે કબજે કરેલ છે. જ્યારે આરોપી ફરાર હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ અંગે પોલીસે સુરત સાટિયા વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.