ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટમાં સહકારી ધોરણે ચાલતી ‘ભારત ટેકસી’નો પ્રારંભ

05:22 PM Dec 04, 2025 IST | Bhumika
Advertisement

ઓલા-ઉબેર જેવી કંપનીઓ સાથે સીધી હરિફાઇનો ગ્રાહકોને થશે ફાયદો

Advertisement

દિલ્હી બાદ પાયલોટ પ્રોજેકટ માટે રાજકોટની પસંદગી, અન્ય મહાનગરોમાં પણ શરૂ કરાશે

દેશમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સતત નવા પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. દૂધ અને કૃષિ ક્ષેત્રે સહકારી ધોરણે મળેલી ભવ્ય સફળતા બાદ, હવે ટ્રાન્સપોર્ટેશન એટલે કે પરિવહન ક્ષેત્રે પણ સહકારી ક્ષેત્રનું પર્દાપણ થયું છે. દિલ્હી બાદ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ ખાતે ભારત ટેક્સી ડ્રાઈવર એપ અને સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ સહકારી ટેક્સી સેવા ખાનગી કંપનીઓની મોનોપોલી તોડશે. આ એપ મારફતે ડ્રાઈવરોને વાજબી વળતર મળશે અને મુસાફરોને પણ સસ્તા દરે મુસાફરીનો લાભ મળશે. રાજકોટના મધ્યમાં આવેલા કિસાનપરા ચોક ખાતે આ માટેનું ખાસ બૂથ ઉભું કરવામાં આવ્યું છે, જ્યાંથી આ સેવાનું સંચાલન અને ડ્રાઈવરોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ, દિલ્હીમાં આ પ્રયોગ સફળ રહ્યા બાદ ગુજરાતમાં પાયલોટ પ્રોજેકટ માટે રાજકોટની પસંદગી કરવામાં આવી છે. આ ટેક્સી સેવાથી માત્ર રાજકોટ શહેર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરોને ફાયદો થશે. રાજકોટમાં મળેલી સફળતાના આધારે આગામી દિવસોમાં વડોદરા, સુરત અને અમદાવાદ જેવા અન્ય મહાનગરોમાં પણ આ સહકારી ટેક્સી સેવા શરૂૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

આ પ્લેટફોર્મ ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરવા માટે તૈયાર છે. ભારત ટેક્સીનું સંચાલન સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે, જે દેશની આઠ અગ્રણી સહકારી સંસ્થાઓનું જૂથ છે. તેના મુખ્ય પ્રમોટરોમાં અમૂલ, ઇફકો, નાબાર્ડ અને એનડીડીબી જેવી ટોચની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

ચેરમેન જયેન મહેતાના મતે, ભારત ટેક્સીનું સૌથી આકર્ષક પાસું તેનું ઝીરો-કમિશન માળખું છે. આ મોડેલ હેઠળ, ડ્રાઇવરને દરેક રાઇડની સંપૂર્ણ કમાણી મળે છે. સહકારી દ્વારા થયેલો કોઈપણ નફો સીધો સભ્યોમાં (ડ્રાઇવરો) વહેંચવામાં આવશે. પ્લેટફોર્મ કોઈપણ છુપી ફી અથવા સર્વિસ ચાર્જ કાપશે નહીં. આ મોડેલ વર્તમાન એપ્લિકેશન-આધારિત કંપનીઓની 20-30 ટકા કમિશન કલેક્શન સિસ્ટમથી સંપૂર્ણપણે અલગ છે અને ડ્રાઇવરોને વધુ સારી આવક થશે.

ભારત ટેક્સી ફક્ત ડ્રાઇવરો માટે જ નહીં પરંતુ મુસાફરો માટે પણ સુવિધાઓથી ભરપૂર છે. એપ્લિકેશનમાં પારદર્શક ભાડા સિસ્ટમ, લાઇવ વાહન ટ્રેકિંગ, બહુભાષી સપોર્ટ, 24ડ્ઢ7 ગ્રાહક સપોર્ટ, કેશલેસ/રોકડ ચુકવણી વિકલ્પો અને સલામત મુસાફરી માટે પોલીસ સાથે જોડાણનો સમાવેશ થાય છે.

10 દિવસમાં 51 હજારથી વધુ ડ્રાઇવરો એપમાં જોડાયા

પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં, દિલ્હી અને ગુજરાતમાં નોંધણી દરમિયાન માત્ર 10 દિવસમાં, 51,000 થી વધુ ડ્રાઇવરો એપ્લિકેશનમાં જોડાયા છે. હાલમાં, પાયલોટ ઓપરેશન હેઠળ દિલ્હીમાં કાર, ઓટો અને બાઇક ટેક્સી સર્વિસ શરુ કરાઇ છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ ડ્રાઇવરોની નોંધણીમાં સતત વધારો થઈ રહ્યો છે. સહકાર મોડેલનો ઉદ્દેશ્ય દેશભરના કોમર્શિયલ વાહન ચાલકોને ખાનગી કંપનીઓ પર વધતી જતી નિર્ભરતામાંથી મુક્ત કરવાનો અને તેમને વધુ સારો આર્થિક વિકલ્પ પૂરો પાડવાનો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement