મોરબીમાં બેફામ ચાલતા ઓવરલોડ વાહનોના કારણે મોતના ખપ્પરમાં હોમાઈ રહી છે જિંદગીઓ
મોરબી RTO અને પોલીસની કામગીરી પર ઊઠી રહી છે આંગળીઓ
મોરબીના સિરામિક ઝોનમાં બેફામ અને ઓવરલોડેડ ચાલતા વાહન ચાલકોના કારણે અનેક લોકો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે તેમ છતા પોલીસ કે આરટીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી.ખાસ કરીને ખનીજ ભરેલા ડમ્પરો અને ટ્રક તો માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે અકસ્માતો ઘટવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે.અનેક વખત જાગૃત નાગરિકો દ્વારા રજુઆતો કરવા છતા પોલીસ કે આરટીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હદ તો ત્યારે થાય છે જ્યારે નંબર પ્લેટ વગરની અને ઓવરલોડેડ ગાડીઓ રોડ ઉપર બેફામ દોડી રહી અને આવા મોટા ભાગના વાહનોમાં ડમ્પર ચાલકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ હોતા નથી પરંતુ મોરબી છઝઘ અને ટ્રાફિક પોલીસ મુક પ્રેક્ષક બનીને તમાસો જોઈ રહી છે.
શું હપ્તા રાજ થી આવા વાહનો ચાલતા હશે તેવા લોકોના મનમાં સવાલ ઉદ્ભવી રહ્યો છે અને જો હપ્તા નથી ચાલી રહ્યા તો માતેલા સાંઢની જેમ દોડી રહેલા ઓવરલોડેડ વાહન ચાલકો વિરુદ્ધ કેમ પોલીસ કે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં નથી ત્યારે સવાલ એ થાય છે કે મોરબી ટ્રાફિક પોલીસ અને છઝઘ નાં કર્મચારીઓ ક્યાં સુધી આ રીતે અનેક ધર ને ઉજળતા જોતી રેસે ક્યાં સુધી પરિવારના માળા વેર વિખેર થતા જોતા રેશે બાકી એક પત્રકાર પોતાની કલમ થી લોકોની વેદના ને લખી શકે પણ જેતે વિભાગના અધિકારીઓ ક્યારે લોકોના હિતમાં યોગ્ય કામગીરી કરશે તે ભગવાન જાણે.