જામકંડોરણામાં ગંદકીથી ખદબદતો કણબી કૂવાની સફાઇ કરવા માગણી
જામકંડોરણામાં ગંદકીથી ખદબદતો કણબી કૂવાની સફાઇ કરવા માગણી
નજીક રહેતા લોકોમાં આરોગ્ય બાબતે ભય: તંત્રને પત્ર લખી રજુઆત
જામકંડોરણામાં મુખ્ય ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ ચોકને સોભાવી રહ્યું છે કુવાની ઉપર પનીહારી પાણી ભરે દોરડાથી એ ગરેળા પનીહારી ઓના દોરડાની રાહ જોતા હોય એમ મગ્ન અવસ્થામાં ઉભા હોય એવું લાગી રહ્યું છે આ કુવામાંથી જામસાહેબ ના રાજાશાહી મા જામનગર થતાં લોકો અહીંથી પોતાની પાણીની તરસ બુઝાવી નગર નાકા તરફ જતા જામકંડોરણામાં આ કુવામાંથી તાલુકા શાળા. લેઉવા પટેલ સમાજ.માજનવાળી.અને કોમ્યુનિટી હોલમાં પાણી જતું આ કુવો મુખ્ય સ્ત્રોત હતો પાણી નો પણ સમય જતાં આ કુવાની અંદર અને બહાર લોકો દ્વારા ઝેરી રાસાયણિક કચરો નાખવાને કારણે હાલ એક કોમ્યુનિટી હોલમાં જ પાણી લેવામાં આવે છે. તાલુકા શાળા સહિતની તમામ જગ્યાએ હાલ પાણી બંધ કરાવી દેવામાં આવ્યું છે.
જામકંડોરણા ના આ કણબીના કુવા માટે અગાઉ પંચાયત દ્રારા જાળવણી માટે ગ્રાન્ટની વ્યવસ્થા કરવામાં આવી હોય પછી કામ ના વર્ક ઓર્ડર પહેલા કોઈ કારણોસર કામ ટલે ચડી જતા આજ સુધી અહીં ગ્રાન્ટ વાપરવામાં આવી નથી જામકંડોરણા ના મુખ્ય આડી બજાર. ઉભી બજાર. ધોરાજીના નાકા.ભાદરા નાકા. નગર નાકા. બારી નાકા. અને બસ સ્ટેન્ડ કોમ્યુનિટી હોલ લેઉવા પટેલ સમાજ સહિતના રસ્તાઓ ચારેકોર અહીંથી જઈ શકાય છે જેથી આ મુખ્ય ચોક ને હવેથી કણબીના કુવાના બદલે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવીને પટેલ ચોક તરીકે પ્રસ્થાપિત કરેલ છે પણ જ્યારથી અહીં કચરો નાખવામાં આવી રહ્યો છે ત્યારથી અહીં આજુબાજુની દુકાનો વાળા.રહેવાસીઓ અને બહારગામ થી આવતા લોકોને દુર્ગંધ માથી નીકળવું પડે છે.
જેથી આજે દુકાનો વાળા રહેવાસી ઓ અને સામાજિક આગેવાનો દ્વારા કુવા અને ચોક ની સફાઈ કરવામાં આવે અને આવનારા દિવસોમાં આ પાણી ફરી પીવાલાયક થાય એ માટે લોકો એકઠા થઈને ગ્રામ પંચાયતે રજૂઆત કરી હતી.
