મહારાષ્ટ્રમાં MLCની ચૂંટણીમાં કોંગ્રેસના 6 MLAનુંં ક્રોસ વોટિંગ
ભાજપના તમામ 9 ઉમેદવારો જીત્યા
લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં યોજાયેલી એમએલસી ચૂંટણીમાં મોટો ઉલટફેર સામે આવ્યો છે. પ્રારંભિક પરિણામોમાં, ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના તમામ ઉમેદવારો જીત્યા છે. તેના તમામ 9 ઉમેદવારો જીત્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદાન્યા સાતવનો વિજય થયો છે. ખાસ વાત એ છે કે વોટિંગમાં કોંગ્રેસ તરફથી ક્રોસ વોટિંગ સામે આવ્યું છે.કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે.
મહારાષ્ટ્રમાં 11 વિધાન પરિષદ બેઠકો માટે યોજાયેલી દ્વિવાર્ષિક ચૂંટણીમાં ગઉઅ ગઠબંધને મોટી જીત નોંધાવી છે. ભાજપે પાંચ ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તે તમામની જીત થઈ છે. શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના બે-બે ઉમેદવારો જીત્યા. ભાજપના પંકજા મુંડે, પરિણય ફુકે, અમિત ગોરખે, યોગેશ ટીલેકર અને સદા ભાઉ ખોત જીત્યા છે. આ ઉપરાંત અજિત પવારની પાર્ટીના રાજેશ વિટેકર અને શિવાજીરાવ ગર્જે પણ ચૂંટણી જીત્યા છે. જ્યારે શિંદેની શિવસેનાના ભાવના ગવલી અને ક્રિપાલ તુમાને જીત્યા છે.
મહાવિકાસ આઘાડીએ ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી કોંગ્રેસના પ્રજ્ઞા સાતવનો વિજય થયો છે.
વોટિંગમાં કોંગ્રેસ દ્વારા ક્રોસ વોટિંગ સામે આવ્યું છે. કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. એમએલસીની ચૂંટણી પહેલા કોંગ્રેસના 37માંથી 3 ધારાસભ્યોએ પાર્ટીની બેઠકમાં હાજરી આપી ન હતી. તેમાંથી એક છે જીતેશ અંતાપુરકર બીજા છે ઝીશાન સિદ્દીકી અને ત્રીજા છે.
સંજય જગતાપ
મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકો માટેની દ્વિવાર્ષિક ચૂંટણીમાં તમામ 274 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહના 11 સભ્યો 27 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે આ ચૂંટણી યોજાઈ હતી.