રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રત્નકલાકારો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરો

05:50 PM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડીયાના વડપણ હેઠળ તથા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરીયા અને ઉપ પ્રમુખ ભાવેશભાઈ ટાંક તથા કુણાલભાઈ કાચાના પ્રતિનિધી મંડળે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની મુલાકાત લીધી હતી.

Advertisement

પ્રતિનિધિ મંડળે મંત્રીને કેટલાક મુદ્દાઓની રજૂઆત કરી હતી. હીરાઉદ્યોગમાં પ્રથમ વખત સૌ આગેવાનો અને સંસ્થાઓ એકમત થઈને આર્થિક સંકટમાં ફસાયેલા રત્નકલાકારોને સરકાર મદદ કરે એવી રજૂઆત કરી હતી. જેમા જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલના રીજીયન ચેરમેન વિજયભાઈ માંગુકિયાએ પણ પોતાનુ સમર્થન આપ્યું હતું.

રજુઆત કરાઈ હતી કે હીરાઉદ્યોગ મા છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારો પરેશાન થઈ રહ્યા છે કેમ કે દિવાળી ના વેકેશન વહેલા પડ્યા હતા અને વેકેશન નિર્ધારીત સમય કરતા મોડા ખુલ્યા હતા અને ઘણા નાના મોટા કારખાના પણ બંધ થઈ ગયા છે જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. છેલ્લા આઠ થી દશ મહિનામાં સુરતમાંથી અંદાજે 38 કારીગરો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે ત્યારે મુખ્યમંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રીને હીરાઉદ્યોગના રત્નકલાકારો ને આર્થિક મદદ કરવા માટે રજૂઆત કરવા મા આવી છે મંત્રીબળવંતસિંહજી રાજપુતે રજૂઆત સાંભળી હતી સમસ્યા બાબતે શક્ય પ્રયાસ કરવા ખાતરી આપી હતી. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે આ મુદ્દો આર્થિક મુશ્કેલીથી આગળ વધ્યો છે. રજુઆત આત્મહત્યાના બનાવ, વિખેરાયેલ કુટુંબ અને ઊંડી અસરગ્રસ્ત સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. મંદી સામે સહારો બનનાર આર્થિક પેકેજ જરૂૂરી જણાઈ રહ્યું છે. કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, માનસિક સ્વાસ્થ્ય સહાયક પહેલ અને વૈકલ્પિક રોજગારીની તકોની શોધ એ સર્વગ્રાહી સમર્થન પ્રદાન કરવા અને વધુ દુર્ઘટનાઓને રોકવી જરૂરી છે.

રત્નકલાકારો માટે 5 માંગણીઓ

આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે
રત્નદીપ યોજના શરૂ કરો
વ્યવસાય વેરો નાબૂદ કરાય
આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ
રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement