વધુ એક માથાભારે શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામાવાયું
નવાગામ ઘેડના શખ્સ સામે ચારથી વધુ ગુના નોંધાયા બાદ સુરત જેલમાં ધકેલાયો
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક માથાભારે શખ્સ સામે જિલ્લા પોલીસવડાએ પાષાનું શસ્ત્ર ઉગામ્યું છે, અને તેની પાષા હેઠળ અટકાયત કરી લઈ સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જામનગરમાં નવાગામ ઘેડ કબીર નગર વિસ્તારમાં રહેતા રાહીલ ઉર્ફે ગટુ હુસેનભાઈ બ્લોચ નામના શખ્સ સામે છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન શરીર સંબંધી ચાર જેટલા ગુન્હાઓ નોંધાયા હોવાથી એલસીબી ની ટીમ દ્વારા તેની સામે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ મારફતે જિલ્લા સમાહર્તા સમક્ષ મુકવામાં આવી હતી.
જેને મંજૂરીની મહોર મારવામાં આવી હોવાથી એસ.પી. ની સૂચનાથી એલસીબીની ટીમ દ્વારા રાહિલભાઈ બ્લોચની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
એક હોમગાર્ડને બરતરફ કરતાં જિલ્લા કમાન્ડન્ટ
જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા એક હોમગાર્ડના જવાનને પોતાની પરેડની ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા હોમગાર્ડ કામાન્ડન્ટ દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે. જામનગરના હોમગાર્ડ વિભાગમાં પરેડ-ફરજમાં બેદરકાર અને સતત ગેરહાજર રહેતાં હોમગાર્ડઝ સભ્યોને તાકીદ કર્યા બાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટે આકરાં પગલાંઓ લઈ પાંચ હોમગાર્ડ સભ્યોને અગાઉ બરતરફ કર્યા હતા.
ત્યારબાદ વધુ એક હોમગાર્ડ્સ સભ્ય રાજુભાઈ સોઢાને પરેડ ફરજમાં બેદરકારી બદલ હોમગાર્ડઝ દળ માંથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે.!