ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પરીક્ષામાં મોબાઇલ સાથે ઝડપાયેલ છાત્રએ ગળું કાપી કર્યો આપઘાત

05:32 PM Jul 09, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

અમદાવાદની એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં બનેલી ઘટનાથી ભારે ખળભળાટ

Advertisement

અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષના વિદ્યાર્થીનો કોલેજના ખંડેર રૂૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતક વિદ્યાર્થીના ગળા અને હાથ પર બલ્ડ માર્યાના નિશાન છે. પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કર્યો હોવાની શંકા છે જેના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ,એલ. ડી એન્જીન્યરીંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો ઉર્વિંન ચૂહિયા નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂૂમમાંથી મૃતદેહ મળ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન હતા. જે રૂૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે તે રૂૂમ ખંડેર હાલતમાં હતો.ઉર્વિનનો મિત્ર સવારે રૂૂમ તરફ આવ્યો અને રૂૂમ બંધ જોયો ત્યારે શંકા ગઈ અને રૂૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડ્યો હતો, જેથી હોસ્ટેલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે બનાવના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઉર્વિને જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો છે. ઉર્વિનની 1 જુલાઈએ પરીક્ષા હતી, જેમાં ઉર્વિન મોબાઈલ સાથે ઝડપાયો હતો, જેથી તેને ભવિષ્ય અંગે ડર લગતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક વિદ્યાર્થી માંડવીના ગોકુળ વાસનો રહેવાસી છે. તેના પરિવારને આ વિશેની જાણ કરતા તેમના પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
ahemdabadattactgujaratgujarat newssuicide
Advertisement
Advertisement