કૃષ્ણા નદીમાં થયો ચમત્કાર!!! અયોધ્યામાં રામલલા જેવી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી
કર્ણાટકના રાયચુર જિલ્લાના એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ મળી આવી છે. જેમાં તમામ દશાવતાર આભા ચારે બાજુ કોતરેલી છે. આ મૂર્તિની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે. અમુક અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે કૃષ્ણા નદીથી મળેલી આ મૂર્તિ, અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિ જેવી જ દેખાય છે.
રાયચુર યુનિવર્સિટીના પ્રાચીન ઈતિહાસ અને પુરાતત્વના લેક્ચરર ડૉ.પદ્મજા દેસાઈએ આ વિષ્ણુ મૂર્તિ વિશે જણાવ્યું કે કૃષ્ણા નદીના તટપ્રદેશમાં મળેલી આ વિષ્ણુ મૂર્તિમાં ઘણી વિશેષતાઓ છે. તેમણે કહ્યું કે આમાંભગવાન વિષ્ણુની ચારે બાજુ આભા, મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી જેવા 'દશાવતાર' દર્શાવે છે.
મૂર્તિની વિશેષતાઓ વિશે વિસ્તારપૂર્વક જણાવતા તેમણે કહ્યું કે આ મૂર્તિમાં વિષ્ણુ ઉભી સ્થિતિમાં છે અને તેમના ચાર હાથ છે. તેમના બે ઉપલા હાથ 'શંખ' અને 'ચક્ર' ધરાવે છે, જ્યારે તેમના બે નીચેના હાથ ('કટી હસ્ત' અને 'વરદા હસ્ત') વરદાન આપવાની સ્થિતમાં છે.
પ્રસિદ્ધ પુરાતત્વવિદોએ જણાવ્યું કે, આ મૂર્તિ શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ વેંકટેશ્વર જેવી છે. જો કે, આ મૂર્તિમાં ગરુડ નથી, જે સામાન્ય રીતે વિષ્ણુની મૂર્તિઓમાં જોવા મળે છે. તેના બદલે બે મહિલાઓ છે. તેણે કહ્યું, 'ભગવાન વિષ્ણુને શણગારનો શોખ હોવાથી હસતા વિષ્ણુની આ મૂર્તિને માળા અને આભૂષણોથી શણગારવામાં આવી છે. ડો. દેસાઈએ કહ્યું કે આ મૂર્તિ કોઈક મંદિરના ગર્ભગૃહને શણગારતી હશે. એવું લાગે છે કે મંદિરને નુકસાન પહોંચાડતી વખતે તેને નદીમાં ફેંકવામાં આવ્યું હશે. તેઓ માને છે કે આ પ્રતિમા 11મી કે 12મી સદીની છે.