For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાયાવદરમાંથી અનધિકૃત રીતે અનાજના સંગ્રહનો જથ્થો પકડાયો

11:39 AM Jan 02, 2024 IST | Sejal barot
ભાયાવદરમાંથી અનધિકૃત રીતે અનાજના સંગ્રહનો જથ્થો પકડાયો

ઉપલેટાના મામલતદાર મહેશ ટી. ધનવાણીને મળેલ બાતમીના આધારે ઉપલેટા તાલુકાના ભાયાવદરના ફુલવાડી શેરીમાં રહેતો હાર્દિક ચંદુલાલ ધેટીયાએ પોતાના રહેણાંક મકાનમાંથી ઘંઉ, ચોખા અને ચણા ભરેલ કટ્ટાનો જથ્થો મોટી માત્રામાં સરકારી અનાજનો ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરેલ હોય જેને ઉપલેટા મામલતદાર અને તેમની ટીમ દ્વારા દરોડો પાડીને તમામ મુદ્દામાલ સીઝ કરાયો હતો.
ઉપલેટાના મામલતદાર તથા તેમની ટીમ દ્વારા તપાસ કરતા અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ ધંઉ, ચોખા અને ચણાના અનાજનો કુલ કિંમત રૂપિયા 15,650નો કુલ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. ઉપલેટા મામલતદાર મહેશ ટી. ધનવાણી દ્વારા તમામ અનાજના જથ્થાને સીઝ કરી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડને ઉપલેટા ખાતે સોંપેલ છે.
ઉલ્લેખનીય છે કે ઉપલેટા મામલતદાર મહેશ ટી. ધનવાણીએ જ્યારથી નોકરી ઉપલેટા ખાતે શરૂૂ કરી તેના ખુબજ ટૂંકા ગાળામાં કરોડો રૂૂપિયાની ખનીજ ચોરી તેમજ સરકારી અનાજનો ગેરકાયદેસર સંગ્રહિત કરેલ જથ્થો ઝડપી પાડીને સરકારી તિજોરીમાં જમા કરાવેલ હોય. હાલ મામલતદાર ધનવાણીની કડક કાર્યવાહીથી સંગ્રહખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement