For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુક્રેન યુધ્ધને બે વર્ષ પૂરા: અમેરિકાના નવા 500 પ્રતિબંધ

11:38 AM Feb 24, 2024 IST | Bhumika
યુક્રેન યુધ્ધને બે વર્ષ પૂરા  અમેરિકાના નવા 500 પ્રતિબંધ

પુતિનના ટીકાકાર એલેક્સી નવેલનીના મોત બાદ રશિયા સામે વધુ કડક વલણ

Advertisement

રશિયા યુક્રેન યુદ્ધના આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. 24 ફેબ્રુઆરી 2022એ આજના દિવસે બંને દેશની વચ્ચે જંગની શરૂૂઆત થઈ હતી, જે અત્યાર સુધી ચાલુ છે. રશિયા યુક્રેન યુદ્ધની બીજી વરસી પર અમેરિકાએ મોસ્કો સામે 500થી વધારે નવા પ્રતિબંધોની જાહેરાત કરી. વ્હાઈટ હાઉસે નિવેદન જાહેર કરીને તેની જાહેરાત કરી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે સૌથી મોટા આલોચક એલેક્સી નવેલનીના મોતના સમાચાર બાદ અમેરિકાએ નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જે બાઈડેને કહ્યું કે યુક્રેનના બહાદુર લોકો પોતાની સ્વતંત્રતા અને ભવિષ્યની રક્ષા માટે દ્રઢ સંકલ્પની સાથે લડતા રહ્યા છે. નાટો પહેલાથી ઘણુ વધારે મજબૂત અને એકજૂથ છે. અમે યુક્રેનના સમર્થનમાં રશિયાને તેની આક્રામકતા માટે જવાબદાર ઠેરવવા પ્રતિબદ્ધ છીએ.

અમેરિકાએ રશિયાના લગભગ 100 ફર્મ અને વ્યક્તિઓ પર કડક પ્રતિબંધ લગાવ્યા છે, યૂરોપીય સંઘે પણ રશિયાની લગભગ 200 કંપનીઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટસ મુજબ રશિયાની જેલમાં બંધ પુતિનની સત્તાને પડકારતા તેમના સૌથી મોટા આલોચક અલેક્સી નવેલનીનું મોત થયુ. નવેલની 47 વર્ષની હતી.

Advertisement

નવલની રશિયન રાષ્ટ્રપતિ પુતિનના વિરોધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે જેલમાં તેમની તબિયત અચાનક બગડી હતી. તે બેભાન થઈ ગયા. આ પછી તેમને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા, પરંતુ તે બચી શક્યા નહીં અને તેમનુ નિધન થયુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement