For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુક્રેન કબજા હેઠળના પ્રદેશોમાંથી સેના હટાવે, નાટોમાં ન જોડાય

11:28 AM Jun 15, 2024 IST | Bhumika
યુક્રેન કબજા હેઠળના પ્રદેશોમાંથી સેના હટાવે  નાટોમાં ન જોડાય
Advertisement

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના યુદ્ધ વિરામને લઈ કહી મોટી વાત. યુક્રેન સાથેના યુદ્ધવિરામને લઈને પુતિને વાટાઘાટો માટે તૈયાર હોવાનું જણાવ્યું. જો કે પુતિને શરત મૂકી છે કે કિવ કબજા હેઠળના યુક્રેનિયન પ્રદેશોમાંથી સૈનિકો પાછા ખેંચવાનું શરૂૂ કરે અને નાટોમાં જોડાવવાના નિર્ણયને રદ કરે.

પુતિને કહ્યું કે જો તેની આ માંગ પૂરી થાય તો રશિયા તેના તમામ પ્રદેશોમાંથી તેના સૈનિકોને પાછા ખેંચશે. પુતિને મોસ્કોમાં રશિયન વિદેશ મંત્રાલયમાં ભાષણ દરમ્યાન જણાવ્યું કે તેઓ યુક્રેન સાથેના યુદ્ધને લઈને વાટાઘાટો કરવા તૈયાર છે. કિવ સૈનિકો પાછા બોલાવે તેવી શરત સાથે એ પણ માંગ કરી કે રશિયા પરના તમામ પશ્ચિમી પ્રતિબંધો હટાવવામાં આવે. અમે ઇતિહાસમાં બનેલ રશિયા અને યુક્રેન વચ્ચેની આ દુ:ખદ ઘટનાને નિવારવા યુરોપમાં એકતા પુન:સ્થાપિત કરવાના પ્રયાસ માટે તૈયાર હોવાનું જણાવ્યું. જો કે પુતિનની આ માંગ બહુ અશકય લાગે છે તે જોતા દુનિયાએ હજુ પણ યુક્રેન અને રશિયાના યુદ્ધવિરામને લઈને રાહ જોવી પડશે.

Advertisement

પુતિન શરતી યુદ્ધવિરામની તૈયારી બતાવી રહ્યા છે ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અન્ય દેશોની મદદ માટે ઇટાલીમાં જી7 સમિટમાં પંહોચ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement