For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપમાં યુગાન્ડાનો સૌથી ઓછો સ્કોર, વેસ્ટ ઈન્ડિઝનો વિજય

12:09 PM Jun 10, 2024 IST | admin
t 20 વર્લ્ડ કપમાં યુગાન્ડાનો સૌથી ઓછો સ્કોર  વેસ્ટ ઈન્ડિઝનો વિજય

ICC T-20વર્લ્ડકપ 2024માં ઘણા નવા ઈતિહાસ લખાઈ રહ્યા છે. ઘણી ટીમો રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચી રહી છે તો કેટલીક ટીમો અનિચ્છનીય રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચી રહી છે. યુગાન્ડાના નામે એક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયો છે.

Advertisement

ICC T-20વર્લ્ડકપ 2024ની 18મી મેચ યુગાન્ડા અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ હતી, જેમાં વેસ્ટ ઈન્ડિઝને ઐતિહાસિક જીત મળી હતી. યુગાન્ડાએ આ મેચમાં ICC T-20વર્લ્ડકપનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે.
યુગાન્ડા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ ગયાના સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને યુગાન્ડાને બોલિંગ માટે આમંત્રણ આપ્યું. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા સ્કોર બોર્ડ પર 5 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા અને યુગાન્ડાને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બેટિંગ કરવા આવેલી યુગાન્ડાની ટીમ માત્ર 39 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. યુગાન્ડા માત્ર 12 ઓવર જ રમી શકી અને 39 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. વેસ્ટ ઈન્ડિઝ માટે અકિલ હુસૈને સૌથી વધુ 5 વિકેટ લીધી છે.

વેસ્ટ ઈન્ડિઝે યુગાન્ડા સામે એકતરફી જીત હાંસલ કરીને સુપર-8 માટે મજબૂત દાવો કર્યો છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે તેની પ્રથમ મેચ પાપુઆ ગિની સામે રમી હતી. આ મેચમાં પણ વેસ્ટ ઈન્ડિઝે એકતરફી જીત મેળવી હતી. હવે વધુ એક જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ અફઘાનિસ્તાન પછી બીજા સ્થાને પહોંચી ગયું છે. અફઘાનિસ્તાન પણ 2 મેચમાં 4 પોઈન્ટ મેળવીને પ્રથમ સ્થાને છે. અફઘાનિસ્તાનનો નેટ રન રેટ ઘણો સારો છે, તેથી જ તેઓ વેસ્ટ ઈન્ડિઝની બરાબરી પર હોવા છતાં પોઈન્ટ ટેબલમાં આગળ છે. હવે વેસ્ટ ઈન્ડિઝ સુપર-8 માટે ક્વોલિફાય થશે તે નિશ્ચિત માનવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement