For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આટકોટ-ગોંડલ રોડ પરથી 3 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

11:41 AM Jun 28, 2024 IST | admin
આટકોટ ગોંડલ રોડ પરથી 3 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
Advertisement

ફોર્ચ્યુનર કાર, દારૂ, મોબાઈલ ફોન મળી રૂા. 23.45 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ ફરી બેફામ બન્યા છે ત્યારે રૂરલ એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આટકોટ ગોંડલ હાઈવે પર વોચ ગોઠવી તલાશી લેતા ફોર્ચ્યુનર કારમાંથી રૂા. 3.10 લાખની કિંમતનો 888 બોટલ વિદેશી દારૂ મળી આવતા બે રાજસ્થાનીની ધરપકડ કરી 23.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો કોને આપવા આવતા હતા તે મુદ્દે તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવ એંગીની જાણવા મળતી માહિતી મુજબ ગોંડલ પંથકમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીના કાફલાએ આટકોટ ગોંડલ રોડ ઉપર વોચગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં નિકળેલ ફોર્ચ્યુનર કાર અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા. 3,10,800ની કિંમતના 888 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આ અંગેપોલીસે રાજસ્થાનના સાચોડ જિલ્લાના નરેશ કુમાર પહાડજી પુરોહિત અને ગુલાબખા અનવરભાઈ મુસલાની ધરપકડ કરી 20 લાખની ફોર્ચ્યુનર કાર વિદેશી દારૂ અને 3 મોબાઈલ ફોન મળી 23,45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો ગોંડલના ક્યા બુટલેગરે મગાવ્યો હતો. તે જાણવા બન્ને રાજસ્થાની શખ્સોની રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ ડી.જી બળવા અને એચ.સી. ગોહિલ સહિતના સ્ટાફે કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement