For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના ઘોઘાવદર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

11:56 AM Jun 13, 2024 IST | Bhumika
ગોંડલના ઘોઘાવદર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
Advertisement

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં દારૂના ધંધાર્થીઓ ફરી બેફામ બન્યા છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ નાના મોટા દારૂના ધંધાર્થીઓ ફરી એકટીવ થઈ ગયા છે. જેમાં ગઈકાલે જ જેતપુર પાસે ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે કબજે કર્યો છે ત્યારે ગઈકાલે રાત્રે ગોંડલના ઘોઘાવદર રોડ પરથી એલસીબીને મળેલી ચોક્કસ બાતમીને આધારે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી વિશેષ પુછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના ઘોઘાવદર રોડ પર દારૂની ડીલેવરી થવાની હોવાની એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘોઘાવદર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં મહિન્દ્રા એકસયુવી કાર નીકળતાં તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી રૂા.1,06,200ની કિંમતનો 110 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે જૂનાગઢ વડાલ બસ સ્ટેશન પાસે રહેતા જીજ્ઞેશ મનસુખભાઈ પટોડીયા અને જેતપુરના ભાવેશ ઉર્ફે નાગજી હરિભાઈ ભુવાની ધરપકડ કરી બે મોબાઈલ ફોન, કાર અને રોકડ મળી 6,26,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડાની કાર્યવાહી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે કરી હતી.

Advertisement

ત્રણ સ્થળેથી જુગાર રમતા 21 શખ્સો ઝડપાયા
વિંછીયાના દડવી ગામે જાહેરમાં જુગાર રમતા 11 શખ્સોની ધરપકડ કરી પોલીસે 17,060ની રોકડ રકમ કબજે કરી છે. જ્યારે વિંછીયાના મોટી લાખાવડ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી 7,220ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત લોધિકાના હરિપર તરવડા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી પોલીસે 16,500ની રોકડ રકમ કબજે કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement